
સુનંદા પુષ્કરના મોત મામલે શશિ થરુરને મળ્યા જામીન
સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરને જામીન આપ્યા છે. કોર્ટની નોટિસ બાદ શનિવારે શશિ થરુર અદાલતમાં હાજર થયા હતા. દરમિયાન કોર્ટે કહ્યુ કે સેશન્સ કોર્ટે પહેલા જ આગોતરા જામીન આપી દીધા છે. ફરીથી જામીનની અરજી આપવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલિસની ચાર્જશીટમાં થરૂરને આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્ની સાથે ક્રુરતા વર્તવા બદલ આરોપી બનાવ્યા છે.
વળી, સુનંદા પુષ્કરના મોત મામલે સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલ યાચિકા પર પણ વાંધો દર્શાવવામાં આવ્યો અને દલીલ કરવામાં આવી કે આ મામલે તેમની શું ભૂમિકા છે. કોર્ટે આ અંગેની યાચિકાની સ્ક્રૂટિની માટે 26 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરની આગોતરા જામીન યાચિકા પર સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે તે પુરાવા સાથે કોઈ છેડછાડ કરી શકશે નહિ અને પરવાનગી સિવાય દેશની બહાર નહિ જઈ શકે.
વળી, ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી થરુર પર હુમલો કરતાં કહ્યુ કે આમાં ખુશ થવા જેવી કોઈ વાત નથી. સ્વામીએ કહ્યુ કે તે અત્યારે તિહાર જેલમાં નથી અને અત્યારે તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે બેસી શકે છે કારણકે તે લોકો પણ 'જામીનવાળા છે. સ્વામીએ થરુર પર હુમલો કરતા કહ્યુ કે તે હવે વિદેશ જઈને અલગ અલગ દેશોની પોતાની ગર્લફ્રેન્ડ્સને નહિ જોઈ શકે.