
સુનંદા પુષ્કર કેસઃ દિલ્લી પોલિસે કોર્ટને શશિ થરુર પર આરોપ નક્કી કરવાની કરી માંગ
સુનંદા પુષ્કરના શંકાસ્પદ મોત કેસમાં દિલ્લી પોલિસે તેમના પતિ કોંગ્રેસ શશિ થરુર સામે આઈપીસી સેક્શન 498એ અને 306 હેઠળ આરોપ નક્કી કરવાની ભલામણ કરી છે. સુનંદા પુષ્કર કેસમાં શનિવારે કોર્ટ શશિ થરુર સામે આરોપો પર સુનાવણી કરી રહ્યુ છે. પોલિસ આ કેસમાં થરુર સામે 498એ અને કલમ 306 હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં તે જામીન પર છે. દિલ્લી પોલિસે થરુર પર સુનંદાના ઉત્પીડન (498એ) આત્મહત્યા માટે ઉકસાવવા (306) હેઠળ આરોપ નક્કી કરવાની અપીલ કરી. શનિવારે સુનંદાના ભાઈ આશીષ દાસે કોર્ટમાં પોતાનુ નિવેદન નોંધાવ્યુ છે. દાસે નિવેદનમાં કહ્યુ, મારી બહેન લગ્નથી ખુશ હતી પરંતુ તેના મોત પહેલા થોડા દિવસ મે તેને હેરાન જોઈ હતી. આ બધા છતા હું એ માની નહોતો શકતો તે આત્મહત્યા કરી શકે છે. કોર્ટ શશિ થરુર સામે આરોપો પર 17 ઓક્ટોબરના રોજ સુનાવણી ચાલુ રાખશે.
શશિથરુરના વકીલ પી પહવાએ કહ્યુ છે કે પ્રોસેક્યુટરે જે વાતો કોર્ટમાં કહી છે તેના ઘણા તથ્યો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા. ઘણી વસ્તુઓને જાણી જોઈને છૂપાવવામાં આવી છે. પરિવારના સભ્યોના નિવેદનોમાં પણ કંઈ નથી. આગામી તારીખ પર અમે અમારા વાંધા દર્શાવીશુ અને દરેક પોઈન્ટ પર ચર્ચા કરીશુ. દિલ્લી પોલિસે ઘઈ સુનાવણીમાં કોર્ટમાં જણાવ્યુ કે કથિત રીતે આત્મરહત્યા કરનારી સુનંદા પુષ્કર પોતાના પતિ અને કોંગ્રેસ નેતા શશિ થરુર સાથે તણાવપૂર્ણ સંબંધોના કારણે માનસિક પીડામાંથી પસાર થઈ રહી હતી.
પોલિસે થરુર પર સુનંદાને હેરાન કરવાનો આરોપ લગાવ્યો જેણે તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી. સુનાવણી દરમિયાન વકીલે કોર્ટેને જણાવ્યુ કે સુનંદા પુષ્કરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના શરીર પર ઈજાના નિશાન હતા. એ પણ જણાવવામાં આવ્યુ કે એમ્સના રિપોર્ટ મુજબ સુનંદાના મોતનું કારણ ઝેર હતુ. આ ઈજાનુ કારણ મારામારી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરની પત્ની સુનંદા 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્લીની ચાણક્યપુરીમાં ફાઈવ સ્ટાર હોટલના એક રૂમમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવી હતી.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત સાથે વાતચીત માટે મૂકી એક શરત