• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: શશિ થરૂર-સુનંદા જેવી ઘણી છે Hate Story

By Kumar Dushyant
|

આજે ફરી એકવાર પૂર્વ કેબિનેટ મિનિસ્ટર શશિ થરૂર અને તેમની દિવંગત પત્ની સુનંદ સુનંદા પુષ્કરનું રહસ્યમય મોતને લઇને વાતો થઇ રહી છે. એક ટીવી ચેનલના ખુલાસાથી આ કેસની તસવીર પલટાઇ ગઇ છે. ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે શશિ થરૂર અને તેમની પત્ની સુનંદા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બરાબર ચાલતું ન હતું.

પતિ-પતિ અને વોનું પરિણામ સુનંદાનું મોત
સુનંદાના મોતના એક અઠવાડિયા પહેલાંથી જ શશિ થરૂર-સુનંદા પુષ્કરના સંબંધ ખૂબ જ ખરાબ ચાલી રહ્યાં હતા જેનું પરિણામ તેનું પરિણામ એ આવ્યું કે જે દિવસે સુનંદાના મોતના સમાચાર આવ્યા હતા તે દિવસે સવારે સાડા ચાર વાગ્યા સુધી હોટલના રૂમમાં શશિ થરૂર-સુનંદા પુષ્કર વચ્ચે જોરદાર ઝઘડો અને મારમારી થઇ હતી.

''દુબઇના માફિયાએ કરી હતી સુનંદા પુષ્કરની હત્યા''

મેહર-શશિ થરૂરનું હતું અફેયર એટલા માટે સુનંદાનું થયું મોત
વરિષ્ઠ પત્રકાર નલિની સિંહે એસડીએમની પાસે રેકોર્ડ પોતાના નિવેદનમાં કહ્યું છે કે બંનેની તકરારના લીધે શશિ થરૂરનું દિલ પાકિસ્તાની પત્રકાર મેહર તરાર પર આવી ગયું હતું. કહેવામાં આવે છે કે શશિ થરૂરે નક્કી કરી લીધું હતું કે તે સુનંદા પુષ્કરને છુટાછેડા આપી દેશે અને મેહર તરાર સાથે લગ્ન કરી દેશે. આ વાતનો અંદાજો સુનંદા પુષ્કરને થઇ ગયો હતો જેના લીધે તે ડિપ્રેશનમાં હતી.

નલિની સિંહે જે નિવેદન નોંધાવ્યું છે તે મુજબ 17 જાન્યુઆરીની રાત્રે 12.10 વાગે સુનંદા પુષ્કરે તેમને ફોન કર્યો હતો અને શશિ થરૂર અને મેહર તરારના અફેરની વાત શેર કરી હતી અને એમપણ કહ્યું હતું કે શશિ થરૂરે મેહર તરાર સાથે દુબઇમાં મુલાકાત કરી હતી અને શશિ થરૂરે તેમને છોડવાની મન બનાવી લીધું છે. નલિનીએ એમપણ કહ્યું હતું કે તેમણે સુનંદા પુષ્કરના શરીર પર ઇજાના નિશાન જોયા હતા જે કદાચ બંને વચ્ચે થયેલી હાથાપાઇના લીધે થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં રાતે આઠ વાગે લગભગ પૂર્વ કેન્દ્રિય માનવ સંસાધન રાજ્ય મંત્રી શશિ થરૂરની ત્રીજી પત્ની સુનંદા પુષ્કરની લાશ દિલ્હીના લીલા હોટલના રૂમ નંબર 354માં મળી હતી. વર્ષ 2010માં સુનંદા પુષ્કરે શશિ થરૂર સાથે લગ્ન કર્યા હતા.

શશિ થરૂરની ત્રીજી પત્ની હતી સુનંદા પુષ્કર
જો કે સુનંદા પુષ્કરના મોતનો કોયડોને ઉકેલવામાં પોલીસ લાગેલી છે શું સાચું છે અને શું ખોટું છે તેની તપાસ બાદ ખબર પડશે. પરંતુ આવો તમને અમે જણાવીએ. દેશ-વિદેશની કેટલીક એવી લવસ્ટોરી વિશે જે પછી હેટ-સ્ટોરીમાં ફેરવાઇ ગઇ...એટલા માટે એક નજર નીચે સ્લાઇડર પર...

ગોપાલ કાંડા-ગીતિકા સુસાઇડ કેસ

ગોપાલ કાંડા-ગીતિકા સુસાઇડ કેસ

વર્ષ 2012માં હરિયાણાના રાજકારણમાં તે સમયે ગરમાવો આવી ગયો જ્યારે તત્કાલિન ગૃહરાજ્ય તથા સ્થાનિક એકમ મંત્રી ગોપાલ કાંડા પર પોતાની એરહોસ્ટેજ અને પ્રેમિકા ગીતિકા પર આત્મ હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે ગીતિકા અને કાંડા વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતા પરંતુ જ્યારે ગિતીકાથી ગોપાલ કાંડાનું દિલ ભરાઇ ગયું તો તે ગીતિકાને ઇગ્નોર કરવા લાગ્યા જેથી ગીતિકાએ આત્મહત્યા કરી લીધી.

 અમરમણિ ત્રિપાઠી અને મધુમિતા

અમરમણિ ત્રિપાઠી અને મધુમિતા

આ પ્રેમકહાણીને પણ લોકો આજ સુધી ભૂલ્યા નથી. યૂપીની સત્તાની ગલિયારોમાં હલચલ પેદા કરનાર આ કેસને યાદ કરીને આજેપણ લોકોના રુંવાડા ધ્રુજી ઉઠે છે. મધુમિતા એક કવિયત્રિ હતી જો કે સત્તાના મંત્રી અમરમણિને દિલ આપી બેઠી. બંને વચ્ચે પ્રેમ થયો પરંતુ જ્યારે મધુમિતાના ગર્ભમાં અમરમણિનું બાળક મોટું થઇ રહ્યું હતું તે અમરમણિને ખટકવા લાગ્યું અને તેમણે તેની હત્યા કરાવી દિધી. જવા દો તેનો નુકસાન અમરમણિ ત્રિપાઠીને વેઠવું પડ્યું અને તે જેલ પણ ગયા.

 હિના રબ્બાની ખાન-બિલાવલ ભુટ્ટો

હિના રબ્બાની ખાન-બિલાવલ ભુટ્ટો

ફક્ત ભારતીય રાજકીય વર્તુળમાં ઇશ્ક અને એક્સ્ટ્રા મેરિટલ અફેયર્સની વાતો છે. પૂર્વ પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર અને પાક રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટોની પ્રેમ કહાણીએ વિશ્વમાં ચર્ચા મેળવી. પરણિત અને બે બાળકોની માતા પરંતુ હુસ્નની મલ્લિકા હિનાનું દિલ પોતાના નાના બિલાવલ પર આવી ગયું હતું. બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ રાજકીય દબાણ અને પારિવારિક માથાકુટના લીધે બંને એક થઇ શક્યા નહી. હાલ આ મુદ્દાને દબાવી દેવામાં આવ્યો છે. કહેવામાં તો એ પણ આવે છે કે હિનાને તેના લીધે જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી હતી.

 બિલ ક્લિંટન મોનિકા લેવિંસ્કી

બિલ ક્લિંટન મોનિકા લેવિંસ્કી

આજથી લગભગ 15 વર્ષ પહેલાંની વાત છે જ્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિંતન પર વાઇટ હાઉસમાં ઇંટર્ન કરનાર 22 વર્ષની મોનિકા લેવિંસ્કીએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે બિલ ક્લિંટનને મહાઅભિયોગનો સામનો કરવો પડ્યો હતો.

 શશિ થરૂર-સુનંદા પુષ્કર

શશિ થરૂર-સુનંદા પુષ્કર

ટીવી રિપોર્ટથી થયેલા નવા ખુલાસામાં સુનંદા પુષ્કરના મોતની પાછળ ઉંડા કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટીવી ન્યૂઝ ચેનલે મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે શશિ થરૂર સુનંદા પુષ્કરને છુટાછેડા આપીને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર સાથે લગ્ન કરવા માંગતા હતા.

English summary
According to a statement by senior journalist Nalini Singh, recorded before a subdivisional magistrate (SDM), the couple had been squabbling for a week before Pushkar's death and had also got into scuffles over Tharoor's alleged affair with Pakistani journalist Mehr Tarar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X