For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનંદા પુષ્કરની મોત મામલે શશી થરુર આરોપી

સુનંદા પુષ્કર હત્યા મામલે 4 વર્ષ બાદ દિલ્હી પોલિસે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો છે. દિલ્હી પોલિસે આજે 3000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

|
Google Oneindia Gujarati News

સુનંદા પુષ્કર હત્યા મામલે 4 વર્ષ બાદ દિલ્હી પોલિસે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો છે. દિલ્હી પોલિસે આજે 3000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં પોલિસે કોંગ્રેસ નેતા અને સુનંદા પુષ્કરના પતિ શશી થરુરને આરોપી બનાવ્યા છે. દિલ્હી પોલિસે આઈપીસીની ધારા 306 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા) અને 498એ (વૈવાહિક જીવનમાં હેરાનગતિ) હેઠળ આરોપ-પત્ર દાખલ કર્યો છે.

શશી થરુર પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ

શશી થરુર પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ

દિલ્હી પોલિસની ચાર્જશીટની કોલમ 11 માં પોલિસે સુનંદા પુષ્કરના પતિ શશી થરુરને શકમંદ તરીકે વર્ણવ્યો છે. પોલિસે જોયુ કે થરુરની સામે તેમને પર્યાપ્ત પુરાવા મળ્યા નથી, પરંતુ તે શંકાના ઘેરામાં છે. આ મામલે આગામી સુનાવણી 24 મે ના રોજ થશે. તેમને જણાવી દઈએ કે ઘટના સમયે સુનંદા પુષ્કર અને શશી થરુરના લગ્નને 7 વર્ષ થયા નહોતા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) ની દેખરેખમાં આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી.

2014 માં હોટલમાં મળી હતી સુનંદા પુષ્કરની લાશ

2014 માં હોટલમાં મળી હતી સુનંદા પુષ્કરની લાશ

17 જાન્યુઆરી, 2014 માં સુનંદા પુષ્કર દિલ્હીની એક હોટલના રૂમમાં મૃત મળી આવી હતી. તેમના મોત બાદ શશી થરુર અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે નિકટતાના સમાચાર આવ્યા હતા અને વાતો થવા લાગી કે થરુરના અફેરના કારણે સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી. પ્રારંભિક પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ ઝેર બતાવવામાં આવ્યુ હતુ. પોસ્ટમોર્ટમ મુજબ તેમના શરીર પર ઈન્જેક્શન અને ઈજાના નિશાન પણ હતા. તેમના શરીરમાં અલ્જોલમના પુરાવા મળ્યા હતા અને હોટલના જે રૂમમાં તેમની લાશ મળી હતી ત્યાં ઉંઘની ગોળીઓ પણ મળી આવી હતી. જો કે હજુ તે સ્પષ્ટ થયુ નહોતુ કે સુનંદા પુષ્કરનું મોત શેના કારણે થયુ છે.

સુનંદાનું મોત અપ્રાકૃતિક મોત

સુનંદાનું મોત અપ્રાકૃતિક મોત

આત્મહત્યા બાદ સુનંદા પુષ્કરની વિસરા રિપોર્ટ મુજબ મોત પહેલા તે પૂરેપૂરા સ્વસ્થ હતા. રિપોર્ટ મુજબ સુનંદાનું મોત ઝેરના કારણે થયુ અને તે અપ્રાકૃતિક હતુ. રિપોર્ટમાં ઝેર ન જાણી શકવા પર સુનંદાના પુત્ર શિવ મેનને દિલ્હી પોલિસ કમિશ્નરને પત્ર લખીને બીજા ડૉક્ટરોની સલાહ લેવાની અપીલ કરી હતી.

English summary
sunanda pushkar killed herself says delhi police chargesht shashi tharoor suspected of abetment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X