For Daily Alerts

સુનંદા મર્ડર કેસ: પુરાવા નાશ કરવા બદલ ચાર નિશાના પર
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર હત્યા મામલામાં ચાર લોકો એસાઇટીના રડાર પર છે. એસઆઇટીને એવી આશંકા છે કે આ જ ચાર લોકોએ હોટેલના એ રૂમમાંથી પુરાવાઓનો નાશ કર્યો હતો જેમાં સુનંદા મૃત હાલમાં મળી આવી હતી. શરૂઆતી તપાસમાં એલપ્રોક્સ ટેબલેટની જે વાત સામે આવી રહી હતી, હવે એવું જાણવામાં આવી રહ્યું છે કે તે ટેબલેટને રૂમમાં લાવીને તપાસને ગેરમાર્ગે દોરવાની કોશીશ કરવામાં આવી રહી હતી. એસઆઇટીના અધિકારીઓની માનીએ તો રૂમમાંથી થોડી જરૂરી ચીજવસ્તુઓ હટાવવામાં આવી છે જેનાથી હત્યા પર પરદો ઢાંકી શકાય.
ચીજવસ્તુઓ હોટલમાંથી ગૂમ
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કર મર્ડરકેસમાં એસઆઇટીએ બુધવારે સંજય દિવાનનું નિવેદન નોંધવામાં આવ્યું. સંજય દિવાન સુનંદા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરના પારિવારિક મિત્ર છે. સંજયે જણાવ્યું કે સુનંદા જે સમયે (17 જાન્યુઆરી 2014)ના રોજ હોટલ લીલાોના સુઇટ નંબર-345માં મૃત મળી આવી હતી, સુઇટના બાજુવાળા ઓરડામાં શશિ થરૂર, ચાલક બજરંગી અને ઘરેલુ સહાયક નારાયણ સિંહની સાથે તેઓ પણ હાજર હતા. કોઇને પણ સુનંદાના મોતનો અણસાર પણ ના આવ્યો. એસઆઇટી એ પણ દાવો કરી રહી છે કે સુનંદાના મોત બાદ આરકે શર્મા, સંજય દિવાન, ડ્રાઇવર બજરંગી અને નારાયણ સિંહ રૂમમાં ગયા હતા ત્યારબાદથી જરૂરી ચીજવસ્તુઓ હોટલમાંથી ગૂમ છે.

તપાસમાં એસઆઇટીને માલૂમ પડ્યું કે સુનંદાની મોત બાદ તેમના રૂમમાંથી કેટલોક સામાન ગાયબ છે. જેમાં સુનંદાના કપડા અને પગરખાનો પણ સમાવેશ થાય છે. એસઆઇટીનો દાવો છે કે આ ચાર વ્યક્તિઓએ જ આ વસ્તુઓ ગાયબ કરી છે. એસઆઇટીએ જણાવ્યું કે જેણે આ પુરાવા દૂર કર્યા તે ઊતાવળમાં હતો જેના કારણે એક ગ્લાસ પણ તૂટી ગયો.
હોટલ સ્ટાફે કબૂલ્યું કે ઓરડામાં જરૂરી સામાન નથી
હોટલના સ્ટાફે પણ એ વાતની કબૂલાત કરી છે કે જરૂરી સામાનની ઓરડામાં છેડછાડ કરવામાં આવી છે. એસઆઇટીએ જણાવ્યું કે હોટેલ સ્ટાફ અને સત્તાધીશો સાથેની પૂછપરછમાં એ વાત નક્કી થઇ ગઇ છે કે સુનંદાના ઓરડામાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.
સુનંદા મામલે હવે પત્રકારો સાથે થશે પૂછપરછ
સુનંદા પુષ્કરે મૃત્યું પહેલા 48 કલાક કેટલાંક પત્રકારો સાથે લાંબી વાતચીત કરી હતી. મામલાની તપાસ કરી રહેલી એસઆઇટી હવે એ પત્રકારોની પૂછપરછ કરશે. એક ટીવી પત્રકારે ટ્વિટર પર જણાવ્યું કે તેમને ગુરુવારે પૂછપરછ માટે સમન પાઠવવામાં આવ્યું છે. અન્ય બે મહિલા પત્રકારોને પણ બોલાવવામાં આવી છે.
સેન્ટ્રલ દિલ્હી પણ તપાસના ઘેરામાં
પોલીસને વધુ એક વાતની જાણ થઇ છે કે સુનંદા 15 જાન્યુઆરીના રોજ હોટેલમાં આવ્યા બાદ બીજા દિવસે ક્યાંક બહાર ગઇ હતી. તે કોની સાથે, ક્યાં અને કેમ ગઇ હતી, તેની તપાસ ચાલું છે.
ગંભીર છે આઇપીએલ સાથે જોડાયેલ મામલો
સુનંદા પુષ્કર મર્ડર કેસમાં હવે આઇપીએલ કનેક્શન સામે આવી રહ્યો છે. કેસની તપાસ દરમિયાન જે સુનીલ સાહેબના હોટલ લીલામાં સુનંદાના ઓરડામાં હોવાની વાત કહેવામાં આવી હતી, તેની ઓળખ કરી લેવાઇ છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના નોકર નારાયણે પોતાના નિવેદનમાં પોલીસને કોઇ સુનિલ સાહેબનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સુનિલ સાથે પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે સુનિલ સાથે પૂછપરછ બાદ સુનંદા મર્ડર કેસનું આઇપીએલ કનેક્શન સામે આવ્યું છે.
Comments
sunanda pushkar murder delhi hotel shashi tharoor sit સુનંદા પુષ્કર મર્ડર હત્યા દિલ્હી હોટેલ શશિ થરૂર એસઆઇટી કોંગ્રેસ
English summary
Four people are on the radar of the Special Investigating Team who could have possibly removed the evidence from the room in which Sunanda Pushkar was found dead.