For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ સીઇઓ સુંદર પિચાઇએ SRCCમાં કહ્યું મનનું માનો!

|
Google Oneindia Gujarati News

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ આજે દિલ્હીમાં એસઆરસીસીના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. જેમાં તેમણે કેટલીક રસપ્રદ વાતો કરીને લોકોના મન મોહી લીધા તો સામે પક્ષે લોકોએ પણ તેમને ચિત્ર વિચત્ર સવાલો કર્યા. આસ્ક સુંદર નામના આ કાર્યક્રમમાં તેવી અનેક વાતો થઇ જેમાં લોકોને કંઇક નવું જાણવા પણ મળ્યું તો સામે પક્ષે બધાને દિલ ખોલીને હસવાનો મોકો પણ મળ્યો. ત્યારે લોકોએ શું પૂછ્યું અને સુંદર પિચાઇએ તેના કેવા કેવા રસપ્રદ જવાબો આપ્યા તે વિષે વધુ જાણો નીચે.

પિચાઇને જ્યારે પૂછવામાં આવ્યું કે તે ગૂગલના સીઇઓ ના હોત તો હાલ શું હોત? તેના જવાબમાં પિચાઇએ કહ્યું કે તે કોઇ સોફટવેર પ્રોડક્ટને ડેવલપ કરી રહ્યા હોત. તેમણે વધુમાં કહ્યું કે જીવનમાં તેવા અનેક પડાવ આવશે જેમાં તમને લાગશે કે તમે અસુક્ષિત છો. તમારે કેટલીક વાર તમારાથી શ્રેષ્ઠ લોકો જોડે પણ કામ કરવું પડશે. પણ આમ કરવાથી તમે તેમનો સામનો કરવા માટે વધુ મહેનત કરશો અને આ રીતે વધુ સારા બનશો.

sundar pichai

ભારતના વિકાસના મુદ્દે બોલતા પિચાઇએ કહ્યું કે આ દેશ પાસે બધું જ છે. તમારે તે જોવું અને સમજવું પડશે. અને તે દ્વારા ભારતનો વિકાસ કરવો પડશે. પિચાઇએ કહ્યું કે જ્યારે તે ગત વર્ષે ગૂગલ પરિવારમાં સામેલ થયા ત્યારે તેમણે લોકો એક બીજા સાથે સકારાત્મક રીતે પ્રતિસ્પર્ધી થતા જોયા જે તેમના માટે અદ્ધભૂત અનુભવ હતો.

ભારતમાં જન્મેલા ગૂગલના સીઇઓ પિચાઇએ કહ્યું કે તેમનો લક્ષ બધા લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવાનો છે. અને તે સુનિશ્ચિત કરવાનો છે કે અમારા ઉત્પાદન લોકો માટે પણ સાર્થક રહે. વધુમાં તેમણે કહ્યું કે મહિલાઓને પણ ઓનલાઇન મદદ મળે તે માટે તેમની કંપની પોતાના કાર્યક્રમ દેશભરમાં વિસ્તારી રહી છે.

નોંધનીય છે કે ગૂગલ આવનારા સમયમાં દેશના સો જેટલા રેલ્વે સ્ટેશન પર ઇન્ટરનેટ સંપર્ક સરળ કરવા માટે વાઇ ફાઇ વ્યવસ્થા શરૂ કરશે. વધુમાં પિચાઇએ કહ્યું કે પાયલટ પરિયોજના હેઠળ તે આવનારા 3 વર્ષોમાં આ વિસ્તારમાં ત્રણ લાખ ગામોને સાંકળવાનો પ્રયાસ કરશે.

English summary
sundar pichai google ceo addresses the students at srcc.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X