For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year 2015: ગૂગલ સર્ચ એન્જિનની રેસમાં સની લિયોનીથી હાર્યા મોદી

By Desk
|
Google Oneindia Gujarati News

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે તેની આ વર્ષની સર્ચ લિસ્ટ રિલીઝ કરી દીધી છે. અને ફરી એક વાર તમામ પ્રકારની ઓલાચના સાંભળનારી એડલ્ટ સ્ટાર સની લિયોનીએ આ વર્ષે પણ આ ખિતાબ તેના માથે લઇ લીધો છે.

લોકો ભલે સની લિયોની વિષે કંઇક પણ બોલે પણ હકીકત તો એ જ છે કે સર્ચ એન્જિન પર સૌથી વધુ સર્ચ સની લિયોનીની જ થાય છે. અને આજ કારણે ગૂગલે વર્ષ 2015માં સૌથી વધુ સર્ચ કરાયેલી હસ્તીઓમાં નંબર 1 પોઝિશન સની લિયોનીને આપી છે.

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સલમાન ખાન અને શાહરૂખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં છે પણ કોઇ પણ સની લિયોનીના તોલે નથી આવ્યું. તેણે તમામને પાછળ પાડીને જીતનો સહેરો પોતાના માથે લીધો છે. તો સની લિયોની સિવાય અન્ય લોકો કયા નંબર છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સની લિયોની

સની લિયોની

ગૂગલ સર્ચ એન્જિનમાં સૌથી વધુ લોકોએ આ વર્ષે સની લિયોનીને સર્ચ કરી છે.

સલમાન ખાન

સલમાન ખાન

તો આ વર્ષના સર્ચ એન્જિનમાં બીજા નંબરે સ્થાન મળ્યું છે, સુપર સ્ટાર સલમાન ખાનને.

એપીજે અબ્દુલ કલામ

એપીજે અબ્દુલ કલામ

આ વર્ષે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન નામે ઓળખાતા એપીજે અબ્દુલ કલામે દુનિયાથી તો અલવિદા કહી દીધું છે. પણ સર્ચ લિસ્ટમાં તેમનું નામ ત્રીજા નંબરે છે

કેટરીના કૈફ

કેટરીના કૈફ

આ વર્ષે કેટરીના કૈફની એક પણ ફિલ્મે કોઇ ખાસ કમાલ નથી બતાવ્યો પણ તેમ છતાં આ સર્ચ લિસ્ટમાં તે ચોથા ક્રમે છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

કટીલી કાયાની માલકિન તેવી સુપરસ્ટાર દિપીકા પાદુકોણને પણ આ વર્ષે ગૂગલમાં ખૂબ જ સર્ચ કરવામાં આવી તે પણ આ લિસ્ટમાં પાંચમાં નંબરે છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

બોલીવૂડ કિંગ શાહરૂખ ખાન પણ આ રેસમાં છઠ્ઠા નંબરે આવ્યા છે. વળી આ વર્ષના અંતમાં તેમની ફિલ્મ દિવલાવે પણ રિલિઝ થશે.

યો યો હની સિંહ

યો યો હની સિંહ

બોલીવૂડના જાણીતા રેપર હની સિંહને પણ લોકોએ ગૂગલ પર ખૂબ જ શોધ્યા અને તેમને 7માં નંબરે પહોંચાડી દીધા.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

ગૂગલ સર્ચ એન્જિનમાં 8માં નંબરે સ્થાન મેળવ્યું છે સાઉથની આ સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તમને માનવામાં નહીં આવે પણ ક્યૂટી પાઇ આલિયા ભટ્ટ પણ આ લિસ્ટમાં સામેલ છે અને તે છે 9માં ક્રમે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આ તમામ ફિલ્મ હસ્તીઓને બાદ કરતા પોલિટિકલ ક્ષેત્રમાં જો કોઇ રાજનેતાને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હોય તો તે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જે આ લિસ્ટમાં 10માં ક્રમે છે.

English summary
Sunny Leone becomes Google’s most-searched Indian of 2015. She beats Salman Khan, PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X