For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI વિવાદઃ આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રખાયો

રજા પર મોકલી દેવાના સરકારના નિર્ણયના વિરોધમાં સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

|
Google Oneindia Gujarati News

રજા પર મોકલી દેવાના સરકારના નિર્ણયના વિરોધમાં સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આ પહેલા સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈએ પૂછ્યુ કે બંને અધિકારીઓ વચ્ચે લડાઈ એક દિવસમાં તો નહિ શરૂ થઈ હોય, પછી સરકારે પસંદગી સમિતિની સલાહ કર્યા વિના રાતોરાતો આલોક વર્માને તેમના પદ પરથી કેમ હટાવી દીધા? સીજેઆઈએ સોલિસિટર જનરલને પૂછ્યુ કે સરકારે નિષ્પક્ષ હોવુ જોઈએ, આલોક વર્માને હટાવતા પહેલા પસંદગી સમિતિ પાસેથી સૂચનો લેવામાં શું ખોટુ હતુ?

આ પણ વાંચોઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સટ્ટા બજારમાં ભાજપની બલ્લે બલ્લેઆ પણ વાંચોઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સટ્ટા બજારમાં ભાજપની બલ્લે બલ્લે

cbi

સીજેઆઈએ સરકારને પૂછ્યુ - થોડા મહિના રાહ કેમ ન જોઈ?

ચીફ જસ્ટીસે કહ્યુ કે દરેક સરકારનો હેતુ સૌથી સારો વિકલ્પ અપનાવવા પર હોવો જોઈએ. સીજેઆઈ રંજન ગોગોઈએ પૂછ્યુ કે સરકાર કેમ 23 ઓક્ટોબરના રોજ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલવા માટે મજબૂર થઈ. એ આમ પણ અમુક મહિનામાં રિટાયર થવાના હતા તો એવામાં સરકાર થોડા મહિના રાહ કેમ ન જોઈ શકી અને પસંદગી સમિતિ સાથે વાત કેમ ન કરી?

ક્યારેક ક્યારેક અસાધારણ ઉપાય પણ કરવા પડે છે-સૉલિસિટર જનરલ

સીજેઆઈના સવાલોના જવાબમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે સીવીસીએ આ નિષ્કર્ષ કાઢ્યો હતો કે એક અસાધારણ પરિસ્થિતિ છે અને અસાધારણ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ક્યારેક ક્યારેક અસાધારણ ઉપાય પણ કરવા પડે છે. સીજેઆઈના સવાલોના જવાબ આપતા તુષાર મહેતાએ કહ્યુ કે સીવીસીનો આદેશ નિષ્પક્ષ હતો, બે મોટા અધિકારી પરસ્પર લડી રહ્યા હતા અને મહત્વના મામલાને છોડી એકબીજા સામે મામલાની તપાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ મિશેલની ધરપકડથી કોંગ્રેસ ડરી, બચાવવા માટે ઉતાર્યા વકીલઃ ભાજપઆ પણ વાંચોઃ મિશેલની ધરપકડથી કોંગ્રેસ ડરી, બચાવવા માટે ઉતાર્યા વકીલઃ ભાજપ

કે કે વેણુગોપાલ બોલ્યા - આ ટ્રાન્સફરનો મામલો નથી

એટર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ રજૂ કરી અને કહ્યુ કે અમે સમિતિ પાસે એટલા માટે નહોતા ગયા કારણકે આ ટ્રાન્સફરનો મામલો નહોતો. જો અમે સમિતિ પાસે જતા તો તે કહેતા કે આ મામલો તેમની પાસે કેમ લાવવામાં આવ્યો? આ અરજીકર્તાનો બનાવટી તર્ક છે કે આ મામલો ટ્રાન્સફરનો છે. તેમણે કહ્યુ કે આ અસાધારણ સ્થિતિથી નિપટવા માટે કરવામાં આવેલી કાર્યવાહી યોગ્ય હતી.

સીબીઆઈમાં કાર્યકારી ડાયરેક્ટર ન હોઈ શકે - આલોક વર્માના વકીલ

આલોક વર્મા તરફથી વકીલ ફલી નરીમને કહ્યુ કે પસંદગી સમિતિની આ મામલે સલાહ લેવાવી જોઈતી હતી. ટ્રાન્સફરનો અર્થ એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાનો નથી હોતો. કાર્યોના અધિકારથી વંચિત રાખવાનું પણ ટ્રાન્સફર હોય છે. તેમણે કહ્યુ કે જેમ કાર્યકારી સીજેઆઈ ન હોઈ શકે. બંધારણ મુજબ સીજેઆઈ જ હોવા જોઈએ. વળી, સ્થિતિ અહીં એ છે કે કાર્યકારી સીબીઆઈ ડાયરેક્ટર ન હોઈ શકે. ફલી નરીમનની દલીલો પર સીજેઆઈ રંજન ગોગોઈએ પૂછ્યુ કે મામલાને જોતા શું સુપ્રીમ કોર્ટ એક કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરી શકે છે? નરીમને કહ્યુ, હા, સુપ્રીમ કોર્ટ નિયુક્ત કરી શકે છે. રાકેશ અસ્થાના તરફથી વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર પાસે નિયુક્તિ, ટ્રાન્સફર, 2 વર્ષના લઘુત્તમ કાર્યકાળ ઉપરાંત સસ્પેન્શન, વિભાગીય તપાસ અને બરતરફીનો અધિકાર છે. રોહગતીની આ દલીલ પર સીજેઆઈએ કહ્યુ કે તમે આવુ ન કરશો.

English summary
supreme court asks why was Selection Committee not consulted, while taking immediate steps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X