સુપ્રીમ કોર્ટનો મહત્વનો ફેસલો, RTI અંતર્ગત આવશે ચીફ જસ્ટિસની ઑફિસ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વની અરજી પર ફેસલો સંભળાવ્યો છે જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની ઑફિસ પારદર્શિતા કાનૂન અંતર્ગત આરટીઆઈને આધિન લાવવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવ્યો છે કે સીજેઆઈની ઑફિસ હવે આરટીઆઈ એક્ટ અંતર્ગત આવશે. અગાઉ, સીજેઈના નેતૃત્વવાળી પાંચ જજની પીઠે ચાર એપ્રિલે આ અપીલ પર પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો
કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોને ચૂંટણી લડવાની સુપ્રીમ કોર્ટની મંજૂરી
અરજી પર ફેસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે ચીફ જસ્ટિસની ઑફિસ માહિતીના અધિકાર કાનૂન અંતર્ગત આવશે, જો કે ગુપ્તતા અને ગોપનીયતાનો અધિકાર યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક શરતો સાથે ચીફ જસ્ટિસની ઑફિસ આરટીઆઈ અંતર્ગત આવશે. આ રઅજીને આરટીઆઈ કાર્યકર્તા સુભાષ ચંદ્ર અગ્રવાલે દાખલ કરી છે.
દિલ્હી હાઈકોર્ટના ફેસલાને પડકાર આપતી અરજીઓ પર સુનાવણી કરતા સીજેઆઈએ કહ્યું હતું કે કોઈપણ અપારદર્શિતાની વ્યવસ્થા નથી ઈચ્છતું. પરંતુ પારદર્શિતાના નામે ન્યાયપાલિકાને નષ્ટ ન કરી શકાય. બેંચે કહ્યું હતું કે કોઈને પણ અંધારામાં રહેવા નથી માંગતું કે કોઈને પણ અંધારામાં કોઈ રાખવા નથી માંગતું. તમે પારદર્શિતાના નામે સંસ્થાને નષ્ટ ન કરી શકો.