બાબરી-રામજન્મભૂમિ વિવાદની સુનવણી જલ્દી જ થશે : સુપ્રીમ કાર્ટ

Written By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ જલ્દી જ રામજન્મ ભૂમિ અને બાબરી વિવાદની સુનવણી હાથ ધરશે. સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ મામલાની સુનવણી જલ્દી જ કરવા માટે તેને લિસ્ટ કરવામાં આવશે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ બાબરી-રામજન્મભૂમિ વિવાદની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. તેની સાથે અપીલ પણ કરી હતી કે, આ વિવાદની સુનવણી જલ્દી કરવામાં આવે. સ્વામીએ આ અરજીની સાથે મુખ્ય મુદ્દાને પણ કોર્ટની સામે રજૂ કર્યો છે અને તેના પર પણ સુનવણી થાય તેવી માંગ કરી છે.

supreme court

ટૂંક સમયમાં થશે સુનવણી

સુપ્રીમ કોર્ટ બેંચ, જેમાં સીજેઆઈ જેઅસ ખેહર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ સિંહનો સમાવેશ થાય છે, તેમણે આ અરજીને સ્વીકારી તેના પર સુનાવણી કરતાં કહ્યું કે, તેઓ આ મામલાને જલ્દી સુનવણી કરવા માટે લિસ્ટ કરશે.

મામલો સાત વર્ષથી અટક્યો

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિની વચ્ચે 2.7 એકર જમીનની માલિકી સાથે જોડાયેલો છે. બંન્ને સમુદાયોમાં આ વિવાદિત સ્થળની માલિકીને લઈને લડાઈ ચાલી રહી છે. આ મામલો છેલ્લા ઘણા વર્ષોથી કોર્ટમાં છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલો 2010થી કોર્ટમાં પડ્યો છે અલ્હાબાદ કોર્ટના નિર્ણય પછી આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાર બાદ તેના પર કોઈ સુનવણી થઈ નથી.

English summary
Supreme court decides to list the babri masjid and ram janmabhoomi matter as soon as possible.
Please Wait while comments are loading...