For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેલેટ પેપરથી ચૂંટણી નહિ થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી

બેલેટ પેપરથી ચૂંટણી નહિ થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ઈવીએમને બદલે બેલેટ પેપરથી કરવાની માગણી કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. ન્યાયભૂમિ નામની એનજીઓએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ઈવીએમનો દુરુપયોગ કરી કોઈપણ પાર્ટીના પક્ષમાં પરિણામ લાવી શકાય છે, માટે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી બેલેટ પેપેરથી કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે એનજીઓની દલીલો ન માનીને અરજીને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ

સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ

અરજીમાં સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણીમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ માગણી રદ કરી દીધી છે.

રંજન ગોગોઈએ અરજી ફગાવી

રંજન ગોગોઈએ અરજી ફગાવી

ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે એનજીઓ ન્યાયભૂમિની ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીનના દુરુપયોગની આશંકા અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે એણનો ઉપયોગ ન કરવામાં આવતો હોવાની દલીલો ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે એનજીઓની જનહિત અરજીને રદ કરતા કહ્યું કે કોઈપણ મશીનનો દુરુપયોગ કરી શકાય છે. દુરુપયોગની આશંકાઓ તો કોઈપણ પ્રણાલીમાં બની રહે છે.

કોર્ટે આ તર્ક આપ્યો

કોર્ટે આ તર્ક આપ્યો

જણાવી દઈએ કે પાછલા કેટલાક સમયથી દેશમાં કેટલાય રાજનૈતિક દળોએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને કેટલાય મોટા પક્ષોએ પણ સમયે સમયે ઈવીએમથી ચૂંટણી પર રોક લગાવવા અને બેલેટ પેપરને ફરીથી ઉપયોગમાં લેવાની માગણી કરી રહ્યા છે. કેટલીક પાર્ટીઓએ પણ ઈવીએમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ ‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ

English summary
Supreme Court dismisses PIL seeking use of ballot papers for upcoming elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X