તાજમહેલના રંગ બદલવા પર સુપ્રીમકોર્ટે ચિંતા દર્શાવી
સુપ્રીમકોર્ટ ઘ્વારા તાજમહેલના રંગમાં થઇ રહેલા ફેરફાર પર ચિંતા દર્શાવી છે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સફેદ રંગનું આ સ્મારક પહેલા પીળા કલરનું થઇ રહ્યું હતું, પરંતુ હવે તે ભૂરા અને લીલા રંગમાં બદલાઈ રહ્યું છે. તાજમહેલના રંગમાં થઇ રહેલા આવા ફેરફાર પર તેમને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને જણાવવામાં આવ્યું છે કે તેઓ દેશ અને વિદેશના એક્સપર્ટની મદદ લે અને આ ઐતિહાસિક સ્મારકને મૂળ રૂપે જાળવી રાખવા માટે જરૂરી પગલાં ભરે.

તાજમહેલ ની હાલત પર સુપ્રીમકોર્ટ સખત
તાજમહેલના રંગમાં થઇ રહેલા ફેરફાર ને લઈને જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ દિપક ગુપ્તા ઘ્વારા કેન્દ્ર સરકાર ને આડા હાથે લેવામાં આવ્યા છે. તેમને કહ્યું કે અમને ખબર નથી કે કેન્દ્ર સરકાર પાસે આટલો અનુભવ છે કે નથી. જો તમારી પાસે અનુભવ છે તો તમે તેનો ઉપયોગ નથી કરી રહ્યા અથવા તમને તેની ચિંતા જ નથી.

સુપ્રીમકોર્ટ ઘ્વારા સરકારને જરૂરી આદેશ આપવામાં આવ્યા
સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને જણાવવામાં આવ્યું છે કે તેઓ દેશ અને વિદેશના એક્સપર્ટની મદદ લે અને આ ઐતિહાસિક સ્મારકને મૂળ રૂપે જાળવી રાખવા માટે જરૂરી પગલાં ભરે. સુપ્રીમકોર્ટમાં એમસી મહેતા તરફ થી તાજમહેલ ના ફોટો રજુ કરવામાં આવ્યા હતા. આ તસવીરો જોઈને સુપ્રીમકોર્ટ ઘ્વારા એડિશનલ સોલિસિટર જનરલ આઈએનએસ નડકરીને પૂછવામાં આવ્યું કે તાજમહેલનો રંગ કેમ બદલાઈ રહ્યો છે.

કોર્ટ ઘ્વારા તાજમહેલની રજુ કરવામાં આવેલા ફોટોનું અવલોકન કરવામાં આવ્યું
કોર્ટ ઘ્વારા કહેવામાં આવ્યું કે પહેલા તાજમહેલ પીળો થઇ રહ્યો હતો અને હવે ભૂરો અને લીલો થઇ રહ્યો છે. એડિશનલ સોલિસિટર જનરલ આઈએનએસ નડકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તાજમહેલ નું પ્રબંધન પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ઘ્વારા કરવામાં આવે છે. આ મામલે આગળની સુનાવણી 9 મેં દરમિયાન રાખવામાં આવી છે.