For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુબ્રત રોય પહેલાં 10 હજાર કરોડ ચૂકવો પછી મળશે જામીન: SC

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 માર્ચ: સહારા સમૂહના પ્રમુખ સુબ્રત રોયને જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાની સહમતિ આપી છે. જામીનના અવેજમાં ટોચની કોર્ટે શરત મૂકી છે. કેસની સુનાવણી આવતી કાલે એટલે કે ગુરૂવાર સુધી ટળી ગઇ છે.

મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે સુબ્રત રોયને જામીન આપવા માટે કુલ દસ હજાર કરોડ રૂપિયા જમા કરાવવાની વાત કહી. સહારા તરફથી રોકણકારોના પૈસા પરત આપવા લઇને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ફોર્મૂલા પર સુપ્રીમ કોર્ટે વિચાર કર્યો. ત્યારબાદ કોર્ટે સહારા પ્રમુખને જામીન આપવા માટે 5000 કરોડ રૂપિય રોકડા અને 5000 કરોડ રૂપિયા બેંક ગેરેન્ટીમાં જમા કરાવવાની વાત કહી હતી. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે દસ હજાર કરોડ રૂપિયા જમા થતાં તેમને જામીન આપવામાં આવશે. એવામાં ગુરૂવારે સુબ્રત રોયને જામીન મળી શકે છે.

આ પહેલાં સહારા સમૂહે પોતાના મુખિયા સુબ્રત રોયને છોડાવવા માટે ગત દિવસોમાં રોકાણકારોના 20 હજાર કરોડ રૂપિયા સેબીની પાસે જમા કરાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સહારા પ્રમુખ સુબ્રત રોય અને સમૂહના બે નિર્દેશક ચાર માર્ચથી કસ્ટડીમા6 દિલ્હીની તિહાડ જેલમાં છે.

subrat-roy

સહારા સમૂહે મંગળવારે સુપ્રીમ કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો કે તે ત્રણ કાર્યદિવસોમાં 2500 કરોડ રૂપિયા જમા કરી દેશે. ત્યારબાદ 3500-3500 કરોડ રૂપિયાના ત્રણ હપ્તા, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંત સુધી જમા કરાવવામાં આવશે. બાકીના સાત હજાર કરોડ રૂપિયા 31 માર્ચ, 2015 સુધી જમા કરાવવામાં આવશે. તેના પર ન્યાયમૂર્તિ એસ રાધાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ જેએસ ખેહડની પીઠે આ પ્રસ્તાવને રેકોર્ડ પર લેવાની મનાઇ કરી દેતાં સહારા સમૂહને આ દસ્તાવેજ પહેલાં રજિસ્ટ્રીમાં દાખલ કરવા પડશે અને ત્યાર તે તેના પર વિચાર કરશે.

સહારા સમૂહે પોતાન પ્રસ્તાવમાં એમપણ કહ્યું હતું કે તે કોઇપણ બાકી રકમ માટે અપરિવર્તનીય બેંક ગેરેન્ટી આપવા માટે તૈયાર છે. સહારા સમૂહે કોર્ટને એ પણ અનુરોધ કર્યો હતો કે તેને કંપનીના જપ્ત કરેલા બેંક ખાતાઓને સંચાલન કરવાની પરવાનગી આપવામાં આવે.

English summary
The Supreme Court on Wednesday asked Sahara Group chief Subrata Roy to deposit Rs.10,000 crore with the market regulator SEBI for his release on interim bail from judicial custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X