• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સુપ્રીમ આદેશ, 1 લાખ સુધીનો દંડ થઈ શકે

|

નવી દિલ્હીઃ ગેસ ચેમ્બર બની ચૂકેલ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણથી બગડી રહેલ હાલાતો પર સોમવારે સુપ્રીમ કોર્ટે શખ્ત વલણ અપનાવતા કેટલાય મહત્વના આદેશ આપ્યા છે. પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ માટે રચના કરવામાં આવેલ 'પર્યાવરણ પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) ઓથોરિટી 'ની એક પેનલ તરફથી જમા કરાવવામાં આવેલ રિપોર્ટ સામે રાખતાં પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાના મુદ્દા પર પણ ફટકાર લગાવવામાં આવી. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં તમામ નિર્માણ ગતિવિધિઓ અને કચરો સળગાવવા પર પ્રતિબંધ લગાવતા તેમનું ઉલ્લંઘન કરવા પર ક્રમશઃ એક લાખ અને 5000 રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. પ્રદૂષણ રોકવા માટે સુપ્રીમ કોર્ટના ફેસલાની મહત્વની વાતો જાણો...

સુપ્રીમ આદેશ

સુપ્રીમ આદેશ

  • સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે દર વર્ષે દિલ્હી ગૂંગડાઈ રહી છે અને આપણે કંઈ જ નથી કરી શકતા. દર વર્ષે આવું થઈ રહ્યું છે અને 10-15 દિવસો સુધી ચાલી જ રહે છે. સભ્ય દેશોમાં આવું નથી થાતું. જીવનનો અધિકાર સૌથી મહત્વપૂર્ણ છે.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે લોકો આવી રીતે ન જીવી શકીએ. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પગલાં લેવાં જોઈએ, આવી રીતે ન ચાલી શકે. હવે બહુ થયું. આ શહેરમાં ઘરોની અંદર પણ જીવવા માટે કોઈ રૂમ સુરક્ષિત નથી બચ્યા. આ પ્રદૂષણને કારણે આપણે આપણા જીવનના કીમતી વર્ષ ગુમાવી રહ્યા છીએ.
  • પરાલી સળગાવવાની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રએ કહ્યું કે, 'અમે રાજ્યોના મુખ્ય સચિવોને સમન પાઠવશું. ગ્રામ પ્રધાનો, સ્થાનિક અધિકારીઓ, પોલીસ અને એવા તમામ અધિકારીઓ જેમને તેમના પદેથી હટાવી દેવા જોઈએ, જેઓ પરાલી સળગાવવાની ઘટનાઓને નથી રોકી શકતા. સ્થિતિ બહુ ગંભીર છે, કેન્દ્ર અને દિલ્હી સરકારના રૂપમાં આના માટે તમે શું કરી શકો છો? આ પ્રદૂષણ ઘટાડવા માટે તમારો શું ઈરાદો છે? પંજાબ અને હરિયાણા પણ જણાવે કે તેઓ પરાલી સળગાવવાનું ક્યારે બંધ કરશે?'
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે દર વર્ષે આપણા નાક નીચે આ બધું થઈ રહ્યું છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્હી ન આવે, અને જો દિલ્હીમાં હોય તો દિલ્હી છોડી દે. આના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. લોકો આપણા રાજ્યમાં, પાડોસી રાજ્યોમાં મરી રહ્યા છે. જે બર્દાસ્ત કરવામાં નહિ આવે. આપણે બધી વસ્તુઓનો મજાક બનાવી રહ્યા છીએ.
દિલ્હી, પંજાબ, હરિયાણા અને યૂપીમાં વીજ કાપ ન થાય

દિલ્હી, પંજાબ, હરિયાણા અને યૂપીમાં વીજ કાપ ન થાય

  • સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે કે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં નિર્માણ અને વિધ્વંસ પર લાગેલ પ્રતિબંધનો ઉલ્લંઘન કરનારા લોકો પર 1 લાખ રૂપિયા અને કચરો સળગાવવા પર 5000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. કોર્ટે નગર નિગમને પણ ખુલ્લામાં કચરો ડંપ ન કરવા આદેશ આપ્યો છે.
  • સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વીજળીનો કાપ ન હોવો જોઈએ જેથી કોઈપણ ડીઝલ જનરેટરનો ઉપયોગ ના કરે તે સુનિશ્ચિત કરી શકાય. આ મામલે રાજ્યોની ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ આજે બેઠક કરશે અને 6 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ જમા કરાવશે.
  • સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે, જીવનના મૌલિક અધિકારનું આ ઘોર ઉલ્લંઘન છે. અલગ-અલગ રાજ્ય સરકારો અને નગર નિગમો પોતાના કર્તવ્યનું પાલન કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અને પરાલી સળગાવવાના મુદ્દે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને પણ સમન્સ પાઠવ્યા છે.
ઑડ-ઈવન પાછળ શું લૉજિક છે?

ઑડ-ઈવન પાછળ શું લૉજિક છે?

  • જસ્ટિસ અરણ મિશ્રાએ દિલ્હી સરકારના ઑડ ઈવન નિયમ પર સવાલ ઉઠાવતા કહ્યું, 'કાર ઓછું પ્રદૂષણ પેદા કરે છે. આ ઑડ ઈવનથી તમને શું મળી રહ્યું છે? ઑડ ઈવન યોજના લાગૂ કરાવવા પાછળનું લૉજિક શું છે? ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવત તો અમે સમજત, પરંતુ ઑડ-ઈવન સ્કીમનો શું મતલબ છે?'
  • દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે શુક્રવાર સુધી ડેટા કે રેકોર્ડ તૈયાર કરીને સાબિત કરે કે ઑડ ઈવન સ્કીમથી દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યું છે, જ્યારે ઑટો અને ટેક્સી રસ્તા પર ચાલી રહ્યા છે.
  • પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર નિષ્ણાંતોની મદદથી વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પ્રભાવી પગલાં ઉઠાવે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની આગામી સુનાવણી 6 નવેમ્બરે કરશે.

Air Pollution: દિલ્હીને પ્રદૂષણ અને ઝાકળની ચાદરથી રાહત ક્યારે મળશે, જાણો

English summary
Supreme Court order to prevent pollution in Delhi, fine up to 1 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more