મજૂરોને લઈ સુપ્રિમ કોર્ટ ચિંતિત- કહ્યું- ટ્રેન ટિકિટ અને ભોજન પણ સરકાર આપે
નવી દિલ્હીઃ લૉકડાઉન બાદ દેશના મોટા શહેરોમાં ભારે પરેશાનીનો સામનો કરતાં ગામડે પરત ફરવા મજબૂર થયેલા મજૂરોના મુદ્દે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે એવા મજૂરોની કઠણાઈઓને લઈ ચિંતિત છીએ જેઓ પતાના મૂળ સ્થળે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે સરકાર તરફથી જે ઈંતેજામ કરવમાં આવ્યા આવ્યા છે, તેમાં કેટલીય ખામી છે. રજિસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટેશનથી લઈ ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થાની બધી જગ્યાએ કમી છે. મામલાની આગલી સુનાવણી 5 જૂને થશે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે મજૂરો પાસેથી બસ, ટ્રેનના ભાડા લેવામાં ના આવે. કોર્ટે આદેશ આપ્યો કે રાજ્ય સરકારો મજૂરોનું ભાડું આપશે. સાથે જ અદાલતે કહ્યું કે જે મજૂરો પગપાળા જઈ રહ્યા છે તેમને તરત જ શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવે અને તેમના ખાવા પીવાનો પણ ઈંતેજામ કરવામાં આવે.
કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મેહતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે અદાલતમાં કહ્યું કે આ એક અભૂતપૂર્વ સંકટ છે અને આનાથી નિપટવા માટે સરકાર અભૂતપૂર્વ પ્રયાસો કરી રહી છે. સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કુલ પ્રવાસિઓના 80 ટકા ઉત્તર પ્રદેશ અને બિહારથી છે. અત્યાર સુધી 91 લાખ પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન તુષાર મેહતા અને એક સંગઠન તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલ વચ્ચે તીખી દલિલો થઈ હતી. સિબબ્લે સરકારની કામકાજની રીત પર સવાલ ઉઠાવ્યા તો તુષાર મેહતાએ તેમને જ પૂછી લીધું કે તેમમે શું કર્યું છે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું, 1થી 27 મે વચ્ચે કેટલા પ્રવાસી મજૂર પોતાના ઘરે પહોંચ્યા
સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલ બોલવા માટે ઉભા થયા તો સૉલિસિટર જનરલે કહ્યું કે આ જગ્યાને રાજનૈતિક ફોરમ ના બનવા દો. આના પર સિબ્બલે કહ્યું કે આતો એક માનવીય આપદા છે. આના પર સૉલિસિટર જનરલે પૂછ્યું કે આ આપદામાં તમે શું સહયોગ આપ્યો? જેનો સિબ્બલે જવાબ આપ્યો કે ચાર કરોડનો સહયોગ આપ્યો છે.
કપિલ સિબ્બલે કહ્યું કે 1991ના આંકડા મુજબ દેશમાં 3 કરોડ પ્રવાસી મજૂર છે. હવે આ સંખ્યા વધીને 4 કરોડની આસપાસ હશે પરંતુ સરકાર કહી રહી છે કે માત્ર 91 લાખ લકોને જ ઘરે પહોંચાડ્યા છે, બી લોકોનું શું થયું. સરકારે 27 દિવસમાં 91 લાખ લોકોને મોકલ્યા છે. વી રીતે તો ચાર કરોડને મોકલવામાં ત્રણ મહિના લાગી જશે. સિબ્બલે કહ્યું કે સરકારે પોતાના સોગંધનામામાં કોઈ રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરના પ્લાનનો ઉલ્લેખ નથી. કેમ ના કર્યો? મારું કહેવું છે કે વધુ ટ્રેન ચાલવી જોઈએ.