For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદની સંપત્તિ જપ્ત થશે, SC એ માં-બહેનની અરજી રદ કરી

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમકોર્ટ ઘ્વારા શુક્રવારે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને જોરદાર ઝટકો આપ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમકોર્ટ ઘ્વારા શુક્રવારે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને જોરદાર ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે દાઉદ ઇબ્રાહિમની બધી જ સંપત્તિઓ તાત્કાલિક સીઝ કરવામાં આવે. આપણે જણાવી દઈએ કે દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર અને માતા અમીના ઘ્વારા અરજી કરવામાં આવી હતી કે મુંબઈમાં તેમની સંપત્તિઓ સીઝ કરવામાં ના આવે. જસ્ટિસ આરકે અગ્રવાલ ઘ્વારા દાઉદ ઇબ્રાહિમના પરિવારની અરજી રદ કરતા સરકારને તેની સંપત્તિ સીઝ કરવા માટે અનુમતિ આપી દેવામાં આવી છે.

dawood ibrahim

આપણે જણાવી દઈએ કે દાઉદ ઇબ્રાહિમની માતા અને બહેન ઘ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેમને સંપત્તિ સીઝ કરવા માટે નોટિસ નથી મળી. એટલા માટે તેઓ તેના વિરુદ્ધ અપીલ કરી શકી નહીં. હવે તેઓ નોટિસને પડકારવા માટે થોડો સમય માંગી રહ્યા છે. જેને આજે સુપ્રીમકોર્ટ ઘ્વારા રદ કરી દેવામાં આવી છે અને સરકારને સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે પણ સંપત્તિ જપ્ત કરવા માટે કહ્યું
આપણે જણાવી દઈએ કે વર્ષ 1998 દરમિયાન દિલ્હી હાઇકોર્ટે પણ દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય સાચો ગણાવ્યો હતો. કેન્દ્ર સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાઉદના પરિવાર ઘ્વારા આ સંપત્તિ તસ્કરી ઘ્વારા જમા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અનુસાર દાઉદની માતા અને બહેન સાબિત નથી કરી શકી કે તેમની પાસે આ સંપત્તિ કઈ રીતે આવી. આ અવેધ સંપત્તિ છે એટલા માટે તેને જપ્ત કરવું જરૂર છે.

English summary
The Supreme Court (SC) today ordered the Centre to seize wanted terrorist and underworld don Dawood Ibrahim's properties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X