For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો સુનાવણીથી ઈનકાર, કહ્યુ - રાષ્ટ્રીય મુદ્દો ના બનાવો, સમય આવે કરીશુ દખલ

સુપ્રીમ કોર્ટે હાલમાં હિજાબ વિવાદ મુદ્દે ઈમરજન્સી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જાણો કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટે અંતરિમ ચુકાદો આપીને કહ્યુ હતુ કે જ્યાં સુધી કેસની સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી છાત્રો ધાર્મિક પોષાક પહેરીને કૉલેજ નહિ જાય. કોર્ટના આ ચુકાદા સામે અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે જોઈ રહ્યા છે કે કર્ણાટકમાં શું થઈ રહ્યુ છે, સાથે જ હાઈકોર્ટમાં આ કેસમાં સુનાવણી પર અમારી નજર છે. સુપ્રીમ કોર્ટે વકીલોને કહ્યુ કે આને રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો ના બનાવો, આ કેસમાં યોગ્ય સમયે હસ્તક્ષેપ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે હાલમાં આ મુદ્દે ઈમરજન્સી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.

SC

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં એક છોકરીએ આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ગુરુવારે કર્ણાટકના અંતરિમ ચુકાદાને પડકાર્યો હતો. આ કેસમાં ચીફ જસ્ટીસ એનવી રમણે ઈમરજન્સી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટની આ ટિપ્પણી પર જ્યારે વકીલે કહ્યુ કે આ ચુકાદાના મોટા સ્તરે પ્રભાવ પડી શકે છે, છાત્રાઓ માથા પર છેલ્લા 10 વર્ષથી સ્કાર્ફ પહેરી રહી છે ત્યારબાદ પણ ચીફ જસ્ટીસ પોતાની વાત પર અડગ રહ્યા અને કહ્યુ કે યોગ્ય સમય આવવા પર દખલ દઈશુ.

ચીફ જસ્ટીસે કહ્યુ કે કૃપા કરીને આને રાષ્ટ્રીય સ્તરે મોટુ ના કરો, અમને ખબર છે શું થઈ રહ્યુ છે. આના વિશે વિચારો, શું એ યોગ્ય છે કે આ મુદ્દાને દિલ્લી લાવવામાં આવે, રાષ્ટ્રીય સ્તરે, જો કંઈક ખોટુ થઈ રહ્યુ હોય તો અમે તેની રક્ષા કરીશુ. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં હિજાબ વિવાદના કારણે સ્કૂલો અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. વાસ્તવમાં કર્ણાટકના ઉડુપીમાં એક શિક્ષણ સંસ્થાની અંદર હિજાબને લઈને વિવાદ શરુ થયો હતો અને આની સામે વિરોધ પ્રદર્શન થયુ હતુ કે જે ઘણી કૉલેજોમાં ચાલી રહ્યુ છે.

English summary
Supreme Court refuses to hear Hijab row challenging interim order of Karnataka high court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X