For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે વામપંથી વિચારકોના રિમાન્ડ નામંજૂર કર્યા, આપ્યો હાઉસ અરેસ્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે વામપંથી વિચારકોના રિમાન્ડ નામંજૂર કર્યા, હાઉસ અરેસ્ટનો આદેશ આપ્યો

|
Google Oneindia Gujarati News

ભીમા કોરેગાંવ હિંસા મામલે વામપંથી વિચારધારા ધરાવતા લોકોની ધરપકડ બાદ દેશભરમાં રાજકીય હડકંપ મચ્યો છે. મંગળવારે પુણે પોલીસે મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, તેલંગાણા અને ઝારખંડમાં છાપા મારીને વામપંથી વિચારક વરવરા રાવ, પત્રકાર ગૌતમ નવલખા, માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા, સામાજિક કાર્યકર્તા વેરનન ગોંજાલવિસ અને સ્ટેન સ્વામીની ધરપકડ કરી હતી. ધરપકડને લઈને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ RSS પર શાબ્દિક પ્રહાર કર્યો હતો, ત્યારે પ્રશાંત ભૂષણ આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. હાલ દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો- ડાબેરીઓની ધરપકડ પર ભડક્યા રાહુલઃ દેશમાં માત્ર એક જ એનજીઓ RSS માટે જગ્યા

5 એક્ટિવિસ્ટની ધરપકડ થઈ હતી

5 એક્ટિવિસ્ટની ધરપકડ થઈ હતી

5 એક્ટિવિસ્ટની ધરપકડને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાનીમાં ત્રણ જજની બેંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુધા ભારદ્વાજના વકિલ વ્રિન્દર ગ્રોવરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સિનિયર વકીલ એએમ સિંઘવી, દુષ્યંત દવે, ઈન્દિરા જયસિંગ, પ્રશાંત ભૂષણ અને રાજુ રામચંદ્રન સુપ્રીમ કોર્ટમાં હાજર રહેશે. વીવી રાઓ, સુધા ભારદ્વાજ અને અન્ય એક્ટિવિસ્ટની ધરપકડ મામલે કેન્દ્ર સરકાર પુણે પોલીસના સોપર્ટમાં આગળ આવી છે. પત્રકાર ગૌતમ નવલખાની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે.

સુનાવણી હાથ ધરાઈ

5 એક્ટિવિસ્ટની ધરપકડને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાનીમાં ત્રણ જજની બેંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુધા ભારદ્વાજના વકિલ વ્રિન્દર ગ્રોવરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સિનિયર વકીલ એએમ સિંઘવી, દુષ્યંત દવે, ઈન્દિરા જયસિંગ, પ્રશાંત ભૂષણ અને રાજુ રામચંદ્રન સુપ્રીમ કોર્ટમાં હાજર રહેશે. વીવી રાઓ, સુધા ભારદ્વાજ અને અન્ય એક્ટિવિસ્ટની ધરપકડ મામલે કેન્દ્ર સરકાર પુણે પોલીસના સોપર્ટમાં આગળ આવી છે. પત્રકાર ગૌતમ નવલખાની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે.

ચિઠ્ઠીમાં મોદીની હત્યાનો ઉલ્લેખ

ઉલ્લેખનીય છે કે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું કે 'દેશભરમાં મોદીનો વિસ્તાર થઈ રહ્યો છે જે આપણી પાર્ટી માટે ખતરાજનક છે. મોદી લહેરનો ફાયદો ઉઠાવી ભાજપ દેશના 15 રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. એવામાં પીએમ મોદીને ખતમ કરવા માટે આકરં પગલાં ઉઠાવવાં પડશે. અમે વિચારી રહ્યા છીએ કે રાજીવ ગાંધી હત્યાકાંડની જેમ આને પણ અંજામ આપવામાં આવે જેથી કરીને આત્મહત્યા કે દુર્ઘટના લાગે.' ઉપરાંત દિલ્હીમાં રોના વિલ્સનના ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં એમ-4 રાઈફલ અને ગોળી ખરીદવા માટે 8 કરોડ રૂપિયાની જરૂર હોવાની વાત પણ લખેલ હતી.

સુપ્રીમ કોર્ટે હાઉસ અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો

દિલ્હી હાઈકોર્ટની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ભીમા કોરેગાંવ હિંસામાં ધરપકડ કરાયેલ પાંચેય કાર્યકર્તાઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે સુપ્રીમે રિમાન્ડની માંગણી કરતી અરજી ફગાવી દેવામાં આવી હતી અને પાંચેય શખ્સને હાઉસ અરેસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પાંચ સપ્ટેમ્બર સુધી તમામ હાઉસ અરેસ્ટ રહેશે. વધુમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જાહેર કરી પાંચ સપ્ટેમ્બર સુધીમાં પોતાનો પક્ષ રાખવા માટે કહ્યું છે. વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે.

English summary
gautam navlakha arrested, hearing started in delhi high court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X