For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી કમિશન બાદ માયાવતીને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો, ચાલુ રહેશે પ્રતિબંધ

ચૂંટણી કમિશનના પ્રતિબંધનો સામનો કરી રહોલ બસપા સુપ્રીમો માયાવતીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી કમિશનના પ્રતિબંધનો સામનો કરી રહોલ બસપા સુપ્રીમો માયાવતીને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશન દ્વારા લગાવાયેલા પ્રતિબંધ સામે માયાવતી દ્વારા દાખલ કરાયેલ અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સોમવારે ચૂંટણી કમિશન દ્વારા બસપા સુપ્રીમો માયાવતીના પ્રચાર કરવા પર 48 કલાકની રોક લગાવી દેવામાં આવી હતી જેની સામે માયાવતી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી માયાવતીને કોઈ રાહત નથી મળી, તેમના પર કમિશન દ્વારા લગાવાયેલ પ્રતિબંધ ચાલુ રહેશે.

માયાવતી પર 48 કલાકનો લગાવાયો પ્રતિબંધ

માયાવતી પર 48 કલાકનો લગાવાયો પ્રતિબંધ

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ધર્મ વિશે નિવેદનબાજી કરવા માંલે ચૂંટણી કમિશને યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતી સામે મોટી કાર્યવાહી કરી હતી. ચૂંટણી કમિશને યોગી આદિત્યનાથ અને માયાવતીના પ્રચાર પર ક્રમશઃ 72 કલાક અને 48 કલાક સુધી રોક લગાવી દીધી હતી. આ રેલીઓ પર પ્રતિબંધ મંગળવારે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયો છે.

પ્રતિબંધને માયાવતીએ ગણાવ્યુ હતુ ષડયંત્ર અને લોકતંત્રની હત્યા

પ્રતિબંધને માયાવતીએ ગણાવ્યુ હતુ ષડયંત્ર અને લોકતંત્રની હત્યા

બસપા પ્રમુખ માયાવતીએ ચૂંટણી કમિશન તરફથી તેમના પર લગાવેલા 48 કલાકના પ્રતિબંધને દબાણમાં લેવાયેલ નિર્ણય ગણાવ્યો છે. સોમવારે માયાવતીએ ચૂંટણી કમિશન તરફથી તેમના ચૂંટણી પ્રચાર પર લગાવાયેલ રોકને એક ષડયંત્ર અને લોકતંત્રની હત્યા ગણાવી દીધી. માયાવતીએ કહ્યુ કે ચૂંટણી કમિશને એક તરફી નિર્ણય આપ્યો છે. તેમણે કહ્યુ, ‘મને બોલવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકરાથી વંચિત કરી દેવામાં આવી છે. આ દિવસને ચૂંટણી કમિશનના ઈતિહાસમાં એક કાળા દિવસ રૂપે મનાવવામાં આવશે.'

યોગી આદિત્યનાથી પર પણ લાગ્યો 72 કલાકનો પ્રતિબંધ

યોગી આદિત્યનાથી પર પણ લાગ્યો 72 કલાકનો પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે એક રેલીમાં સીએમ યોગી આદિત્યનાથે અલી-બજરંગબલી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે માયાવતીએ યુપીના સહારનપુર જિલ્લાના દેવબંધમાં થયેલા સપા-બસપા અને રાલોદ મહાગઠબંધન રેલીમાં મુસ્લિમ સમાજને માત્ર મહાગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી. આ બંને નેતાઓના નિવેદન બાદ મામલો ચૂંટણી કમિશન પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ બંને સામે કમિશને પગલુ લીધુ હતુ.

આ પણ વાંચોઃ આઝમના 'ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવઆ પણ વાંચોઃ આઝમના 'ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવ

English summary
Supreme Court rejects Mayawati’s plea against Election Commission’s ban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X