For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિનેમા હોલમાં બહારનું ખાવાનું લઈ જવા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટ મોટી ટિપ્પણી કરતા બહારથી ખાવાની વસ્તુઓ લઈ જવા મુદ્દે રોકને યોગ્ય ઠેરવવા કહ્યુ છે કે આ સિનેમા હોલના વ્યાપાર અધિકારોના દાયરામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : લાંબા સમયથી સિનેમા હોલમાં બહારથી ખાવાનું લઈ જવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટ સિનેમા હોલમાં બહારથી ખાવાનું લઈ જવા મુદ્દે લગાવવામાં આવતી રોકને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમ કોર્ટ મોટી ટિપ્પણી કરતા બહારથી ખાવાની વસ્તુઓ લઈ જવા મુદ્દે રોકને યોગ્ય ઠેરવવા કહ્યુ છે કે આ સિનેમા હોલના વ્યાપાર અધિકારોના દાયરામાં આવે છે.

supreem court

સુપ્રીમ કોર્ટ જમ્મુ કાશ્મીરના સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ માલિકોની અરજી પર સૂનાવણી કરી રહી હતી ત્યારે આ મોટી ટિપ્પણી કરી હતી. 2018ના હાઈકોર્ટના નિર્ણય મુદ્દે માલિકો સુપ્રીમ કોર્ટ ગયા હતા. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો છે.

સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સના માલિકો તરફથી કહેવામાં આવ્યુ હતું કે, તેઓ લોકોને મફતમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. આ સિવાય જો નવજાત બાળક તેના માતા-પિતા સાથે આવ્યું હોય તો હોલમાં જરૂરી ખાવા-પીવાની વસ્તુઓ લાવવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ એવું ન કહી શકાય કે બધા મુલાકાતીઓ બહારથી ખાદ્યપદાર્થો લાવે.

અરજીમાં એ પણ કહેવાયુ હતું કે, સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખાનગી મિલકત છે, જાહેર નહીં. આ સ્થિતિમાં તેના માલિકોને એન્ટ્રી સંબંધિત નિયમો બનાવવાથી રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે આ દલીલનો સ્વીકાર કરીને મોટી આ મોટી વાત કહી હતી.

અહીં એ જાણી લેવુ જરૂરી છે કે, હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો લોકોને સિનેમા હોલમાં બહારથી ખાદ્યપદાર્થો લાવવાથી રોકતા નથી. સર્વોચ્ચ અદાલતે સંમત થયા કે આ સાચું છે, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા નિયમો ન બનાવવાને કારણે સિનેમા હોલના માલિકોને વ્યવસાયના મૂળભૂત અધિકારથી વંચિત કરી શકાય નહીં.

English summary
Supreme Court's big comment on taking outside food to cinema halls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X