For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર

એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે જે રીતે બદલાવ કર્યો તે બાદ દેશભરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને તમામ રાજકીય પક્ષોએ આનો વિરોધ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે જે રીતે બદલાવ કર્યો તે બાદ દેશભરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને તમામ રાજકીય પક્ષોએ આનો વિરોધ કર્યો હતો. પરંતુ ફરીથી એક વાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવીને તેના પર પુનર્વિચાર કરવાનો કે સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે એસસી-એસટી એક્ટ હેઠળ આરોપીઓને તત્કાલ ધરપકડ કરવા પર રોક લગાવવી યોગ્ય છે અને આ નિર્ણય બદલવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારની પુનર્વિચાર યાચિકા પર સુનાવણી કરતી વખતે પોતાના નિર્ણય પર વિચાર કરવાનો ઈનકાર કર્યો છે.

કેમ મળવા જોઈએ જામીન

કેમ મળવા જોઈએ જામીન

કોર્ટે એ પણ કહ્યુ કે જ્યાં સુધી પુનર્વિચાર યાચિકા પર નિર્ણય ન આવી જાય ત્યાં સુધી તેમનો નિર્ણય લાગૂ રહેશે. આ મામલાની આગામી સુનાવણી 16 મે ના રોજ થશે. જસ્ટિસ આદર્શ કુમાર અને યુ યુ લલિતની ખંડપીઠે આ દરમિયાન કહ્યું કે તેઓ 100 ટકા એસસી-એસટી સમુદાયના અધિકારોની રક્ષા તેમજ દોષીઓને સજા આપવાના પક્ષમાં છે. કોર્ટે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ અપરાધમાં અધિકતમ સજા 10 વર્ષ અને ન્યૂનતમ સજા 6 મહિનાની છે તો તેમાં આગોતરા જામીન કેમ ન હોવા જોઈએ

પ્રાથમિક તપાસ થવી જોઈએ

પ્રાથમિક તપાસ થવી જોઈએ

એસસી-એસટી એક્ટ હેઠળ જે લોકોની ધરપકડ થાય છે તેમની પ્રાથમિક તપાસ થવી જોઈએ. કોર્ટે કહ્યું કે પોલીસને એવુ લાગે કે કેસ નકલી છે તો પણ બધા કેસમાં હાલમાં તો ધરપકડ થઈ રહી છે. એટલા માટે આ પ્રકારના મામલામાં પ્રાથમિક તપાસ થવી જોઈએ અને તરત ધકપકડ ન થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 20 માર્ચે કોર્ટે કહ્યુ હતુ કે એસસી-એસટી એક્ટ હેઠળ ઘણી વાર નિર્દોષોને આરોપી બનાવવામાં આવે છે અને અધિકારીઓને કામ કરવાથી રોકવામાં આવે છે. આ એક્ટનો આવો અર્થ તો ક્યારેય નહોતો. માટે કોર્ટે એસસી-એસટી એક્ટ હેઠળ તરત ધરપકડ પર રોક લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા આરોપીઓને જામીન આપવાનો આદેશ આપ્યો હતો.

ભારત બંધમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા

ભારત બંધમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા

કોર્ટે નિર્ણય બાદ 2 એપ્રિલના રોજ તમામ દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યુ હતુ જેને તમામ રાજકીય દળોએ પણ પોતાનું સમર્થન આપ્યુ હતુ. આ બંધ દરમિયાન ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. જેમાં અલગ અલગ જગ્યાએ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના પર ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે તેમણે લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.

English summary
supreme court says amendment sc st act is correct refuses to take back
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X