For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધારે કામને કારણે આત્મહત્યા કરી, તો બોસ જવાબદાર નહીં: સુપ્રીમ કોર્ટ

જો કોઈ કર્મચારી ઓફિસમાં વધારે કામને કારણે આત્મહત્યા કરે છે તો તેના માટે તેનો તેમનો બોસ જવાબદાર નહીં હોય. આવું સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જો કોઈ કર્મચારી ઓફિસમાં વધારે કામને કારણે આત્મહત્યા કરે છે તો તેના માટે તેનો તેમનો બોસ જવાબદાર નહીં હોય. આવું સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે. એક કેસની સુનાવણી કરતા બુધવારે સુપ્રીમ કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ ઉપરી અધિકારી તેની અંડરમાં કામ કરી રહેલા કર્મચારીને કામનો ભાર આપે છે, તો તેને કર્મચારીને પરેશાન કરવા અથવા આત્મહત્યા કરવા માટે મજબૂત કરવાના ઈરાદાથી નહીં જોવામાં આવે.

વધારે કામને કારણે આત્મહત્યા કરી, તો બોસ જવાબદાર નહીં

વધારે કામને કારણે આત્મહત્યા કરી, તો બોસ જવાબદાર નહીં

અદાલત ઘ્વારા તે તર્ક રદ કરી દેવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉપરી અધિકારીને તે પરિસ્થિતિમાં દોષી જાહેર કરવામાં આવે જયારે અસહનીય માનસિક તણાવ પેદા થાય.

વર્ષ 2017 દરમિયાન એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી

વર્ષ 2017 દરમિયાન એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી

આ આખો મામલો વર્ષ 2017 દરમિયાન ઉઠ્યો, જયારે મહારાષ્ટ્ર સરકારમાં શિક્ષાના ઉપ-નિર્દેશક પદ પર કામ કરી રહેલા કિશોર પરાસરે ઓગસ્ટ 2017 દરમિયાન આત્મહત્યા કરી લીધી. મૃત્યુ થયા પછી કિશોરની પત્નીએ પોલીસમાં વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેમાં આરોપ લગાવવા આવ્યો હતો કે કિશોરના વરિષ્ઠ અધિકારી તેને વધારે કામ આપતા હતા. એટલું જ નહીં પરંતુ તેઓ રજા પણ આપતા ના હતો તેવો આરોપ લગાવ્યો.

પત્નીએ વરિષ્ઠ અધિકારીઓ પર લગાવ્યા આરોપ

પત્નીએ વરિષ્ઠ અધિકારીઓ પર લગાવ્યા આરોપ

પત્ની ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે રજાના દિવસે પણ તેના પતિને બોલાવવામાં આવતા હતા. કામ પૂરું નહીં થવાને કારણે તેમનું એક મહિનાનું વેતન પણ રોકી દેવામાં આવ્યું હતું. પતિએ કહ્યું હતું કે ઓફિસના માનસિક તણાવને કારણે તેઓ ચૂપ રહે છે. આ કેસ બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચ પાસે ગયો હતો.

English summary
Supreme Court says Boss not guilty if employee kills self due to over workload
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X