For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિવ ઈન રિલેશનશીપ દરમિયાન સંમતિથી બાંધેલ યૌન સંબંધ રેપ નથીઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે કહ્યુ છે કે લિવ ઈન રિલેશન દરમિયાન એક યુવક-યવતી વચ્ચે સંમતિથી યૌન સંબંધ થાય છે અને બાદમાં આ સંબંધ ખતમ થાય ત્યારે યુવતી યુવક પર બળાત્કારનો કેસ ન કરાવી શકે.

|
Google Oneindia Gujarati News

લિવ ઈન રિલેશનશીપમાં રહેતા લોકો માટે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યુ છે કે લિવ ઈન રિલેશન દરમિયાન એક યુવક-યવતી વચ્ચે સંમતિથી યૌન સંબંધ થાય છે અને બાદમાં આ સંબંધ ખતમ થાય ત્યારે યુવતી યુવક પર બળાત્કારનો કેસ ન કરાવી શકે. કોર્ટે કહ્યુ કે લિવ ઈન રિલેશનશીપ દરમિયાન યૌન સંબંધ બાદ જો યુવક અને યુવતીના લગ્ન ન થાય તો યુવક સામે બળાત્કારનો કેસ દાખલ ન થઈ શકે.

કોર્ટે શું કહ્યુ

કોર્ટે શું કહ્યુ

જસ્ટીસ એ કે સીકરી અને એસ અબ્દુલ નઝીરે કહ્યુ કે યુવક યુવતી લિવ ઈન રિલેશનશીપમાં રહે છે એકબીજાને લગ્નનું વચન આપે છે અને સંમતિથી યૌન સંબંધ બનાવે છે પરંતુ જો કોઈ બાદમાં વિષમ પરિસ્થિતિઓના કારણે બંનેના લગ્ન ન થઈ શકે તો યુવક સામે બળાત્કારનો કેસ ન થઈ શકે. કોર્ટે કહ્યુ કે આ પ્રકારના કેસને વચન તોડવા હેઠળના કેસમાં દાખલ કરી શકાય છે ના કે બળાત્કારનો કેસમાં. આવા કેસમાં લગ્નનું ખોટુ વચન આપવાનો કેસ દાખલ થઈ શકે છે.

ન થઈ શકે રેપનો કેસ

ન થઈ શકે રેપનો કેસ

કોર્ટે કહ્યુ કે બળત્કાર અને સંમતિથી યૌન સંબંધ વચ્ચે ફરક છે. આવા કેસોમાં કોર્ટે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરવુ જોઈએ કે શું આરોપી લગ્ન કરવા ઈચ્છતો હતો કે પછી કોઈ બીજા ઉદ્દેશથી તેણે આ સંબંધ બનાવ્યો હતો. આ અંગેની પણ તપાસ કરવી જોઈએ કે શું યુવકે માત્ર પોતાની હવસ માટે સંબંધ બનાવ્યો હતો. પરંતુ જો આરોપીએ ખોટુ વચન નથી આપ્યુ અને બંને વચ્ચે સંમતિથી યૌન સંબંધ બન્યો છે તો બળાત્કારનો કેસ દાખલ થઈ શકે નહિ.

જો ન થઈ શકે લગ્ન?

જો ન થઈ શકે લગ્ન?

કોર્ટે કહ્યુ કે જ્યારે બંને યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધના કારણે યૌન સંબંધ થયો અને ભવિષ્યમાં એવી પરિસ્થિતિ પેદા થઈ જેના કારણે બંનેના લગ્ન ન થઈ શકે. એવામાં યુવકનું ભવિષ્યની પરિસ્થિતિઓ પર નિયંત્રણ ન થઈ શકે. આ પ્રકારના મામલામાં યુવક સામે બળાત્કારનો કેસ ન કરી શકાય. આ પ્રકારના કેસોને અલગ રીતે જોવા જોઈએ. કોર્ટે મહારાષ્ટ્રના એક ડૉક્ટર સામે કેસની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે. ડૉક્ટર સામે એક નર્સે એફઆઈઆર નોંધાવી હતી.

કોર્ટે ફગાવી દીધો ચુકાદો

કોર્ટે ફગાવી દીધો ચુકાદો

નર્સે આરોપ લગાવ્યો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા પરંતુ ડૉક્ટરે બાદમાં બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા. ડૉક્ટરે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો જ્યાં કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ફગાવીને ડૉક્ટર સામેની એફઆઈઆર ફગાવી દીધી. કોર્ટે તથ્યોની તપાસ બાદ કહ્યુ કે આ કેસમાં યુવક સામે બળાત્કારનો કેસ ન થઈ શકે. કોર્ટે કહ્યુ કે મહિલાએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. મહિલાએ ખુદ કહ્યુ છે કે તે વિધવા હતી અને તેને એક સાથીની જરૂર હતી.

આ પણ વાંચોઃ નાઈટ ફ્લાઈટમાં એકલી પેસેન્જર તરીકે ઉડી એક યુવતી, ક્રૂ મેમ્બર સાથે લીધી સેલ્ફીઆ પણ વાંચોઃ નાઈટ ફ્લાઈટમાં એકલી પેસેન્જર તરીકે ઉડી એક યુવતી, ક્રૂ મેમ્બર સાથે લીધી સેલ્ફી

English summary
Supreme court says consensual sex during live in relationship is not rape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X