તાજમહેલ પાસે બનતા પાર્કિંગને તોડવાના આદેશ પર SCએ લગાવી રોક

Written By:
Subscribe to Oneindia News

તાજમહેલ પાસે બની રહેલ મલ્ટિલેવલ પાર્કિંગ તોડવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના રોજ તાજમહેલ પાસે લગભગ એક કિમી દૂર બનાવવામાં આવી રહેલ આ પાર્કિંગને તોડવા માટે ઓર્ડર આપ્યો હતો, જેની પર હાલ કોર્ટે રોક લગાવી છે. કોર્ટ દ્વારા હાલ કોઇ નવું નિર્માણ કામ ન કરવાનો તથા તે સ્થળ હાલ જે સ્થિતિમાં છે એમ જ રહેવા દેવાનો આદેશ આપ્યો છે. તાજમહેલના પૂર્વના દરવાજા પાસે એક કિમી દૂર આ પાર્કિંગનું નિર્માણકામ ચાલી રહ્યું હતું.

Taj mahal

જસ્ટિસ એમ.બી.લોકુર તથા જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચ આ મામલે સુનવણી કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કોર્ટમાં એડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયા હતા. એસએસજી મહેતાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર તાજ મહેલના રક્ષણ અંગે કટિબદ્ધ છે અને કોર્ટ સામે આ અંગે એક પોલિસી રજૂ કરશે. જે પછી કોર્ટે આ કેસની આગળની સુનવણી માટે 15 નવેમ્બરની તારીખ આપી હતી. આ સુનવણી પર્યાવરણ તજજ્ઞ એમ.સી.મહેતાની પિટીશન પર થઇ રહી છે. તેમણે પીઆઈએલમાં તાજમહેલની સુરક્ષાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, ગેસના પ્રદૂષણ અને આસપાસના વિસ્તારમાં જંગલોના વિનાશની તાજમહેલ પર ખરાબ અસર થઇ છે.

English summary
Supreme Court stays order on demolition of parking lot near Taj Mahal. Read more detail here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.