For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નહીં છૂટે રાજીવ ગાંધીના હત્યારાઓ, સુપ્રીમે લગાવ્યો સ્ટે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવાના તમિળનાડુ સરકારના નિર્ણય બાદ રાજકીય વિવાદ ખડો થઇ ગયો હતો. આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાયર કરવામાં આવી હતી. જે અંગે સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને આ અંગેની વધુ સુનાવણી આગામી છ માર્ચે હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.

rajiv-gandhi
રાજીવ ગાંધીના સાત હત્યારાઓને છોડી મુકવાના નિર્ણયમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમે કહ્યું છે કે આ હત્યારાઓને જે સજા ફટકારવામાં આવી હતી તે કેન્દ્રના કાયદા અનુસાર ફટકારવામાં આવી હતી અને આ લોકો અંગેનો કોઇપણ નિર્ણય કેન્દ્ર લઇ શકે છે. આ સાથે સુપ્રીમે તમિળનાડુ સરકારને નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે, તેમણે આ નિર્ણય કેવી રીતે લીધો અને આ નિર્ણય લેવા પાછળનો તેમનો હેતું શું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રાજીવ ગાંધીના હત્યારાઓની સજાને ફાંસીથી ઘટાડીને આજીવન કેદમાં બદલી નાંખી હતી. જેનો અર્થ એ થાય છે કે કેદી જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેને જેલમાં રહેવાનું હોય છે. ત્યારે આ વચ્ચે તમિળનાડુ સરકાર દ્વારા આ કેદીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. જે વાત જાહેર થતાં વિવિધ પાર્ટી અને કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ આ નિર્ણય પાછળ કોઇ રાજકીય હેતું હોવાનું પણ જણાવવમાં આવી રહ્યું હતું.

આ વચ્ચે રાહુલ ગાંધીએ દખલગીરી કરતા કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાયર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાન મનમોહન સિંહે તમિળનાડુ સરકારના નિર્ણય અંગે કહ્યું હતું કે, રાજીવ ગાંધીના હત્યાએ દેશની આત્મા પર હુમલો છે અને દોષીએનો છોડી મુકવાનો નિર્ણય કાયદા વિરુદ્ધ છે.

English summary
Acting on a petition filed by the Centre, the Supreme Court on Friday stayed a decision by the Tamil Nadu government to release all seven convicts in the Rajiv Gandhi assassination case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X