For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mob Lynching: ભીડતંત્રને રોકવું સરકારની જવાબદારી- SC

છેલ્લા કેટલાક દિવસથી જે રીતે અલગ અલગ શહેરમાં ભીડ ઘ્વારા લોકોને મારવાનો મામલો સામે આવી રહ્યો છે તેના પર સુપ્રીમકોર્ટે લાલ આંખ કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસથી જે રીતે અલગ અલગ શહેરમાં ભીડ ઘ્વારા લોકોને મારવાનો મામલો સામે આવી રહ્યો છે તેના પર સુપ્રીમકોર્ટે લાલ આંખ કરી છે. ભીડ ઘ્વારા લોકોને મારવા પર સુપ્રીમકોર્ટે કહ્યું છે કે દેશમાં કોઈ પણ નાગરિકને આ વાતનો અધિકાર નથી કે તેઓ કાનૂન પોતાના હાથમાં લે, તેના માટે સરકારે સખત પગલાં લેવા જોઈએ. આ રાજ્યની જવાબદારી છે કે તેઓ કાનૂન વ્યવસ્થા લાગુ કરાવે અને ભીડતંત્રને કાબુમાં રાખે.

સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ દિપક મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભય અને અરાજકતાના માહોલમાં રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. હિંસાને કોઈ પણ સંજોગોમાં અનુમતિ આપવી જોઈએ નહીં. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી ઘણા શહેરોમાં ભીડ ઘ્વારા લોકોને મારવાની ઘટના સામે આવી રહી છે. ઘણી જગ્યાઓ પર વહાર્ટસપ ઘ્વારા ફેલાતી ફેક ન્યુઝને કારણે ભીડે લોકોને મારી નાખ્યા છે.

બાળક ચોરી કરવાની શંકામાં ગૂગલ એન્જીનીયરની મારી મારીને હત્યા

બાળક ચોરી કરવાની શંકામાં ગૂગલ એન્જીનીયરની મારી મારીને હત્યા

કર્ણાટકના બીદર જિલ્લામાં અફવાહને કારણે એક યુવક સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં લોકોએ એક યુવકને બાળક ઉઠાવનાર સમજીને તેને ઘાયલ કરી દીધો છે. આ ઘટના શુક્રવાર રાતની છે, જેમાં ગૂગલના સોફ્ટવેર એન્જીનીયર અને બીજા બે લોકો સાથે મારપીટ કરવામાં આવી છે. ગૂગલ એન્જીનીયરની ગંભીર ઇજાને કારણે ત્યાં જ મૌત થઇ ગયી જયારે તેના બે મિત્રો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રમાં બાળક ચોર સમજીને 5 લોકોની મારી મારીને હત્યા

મહારાષ્ટ્રમાં બાળક ચોર સમજીને 5 લોકોની મારી મારીને હત્યા

મહારાષ્ટ્રમાં ભીડે 5 લોકોની મારી મારીને હત્યા કરી નાખી છે. મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાં બાળક ચોરી કરવાના આરોપમાં ભીડ ઘ્વારા 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. લોકોની ભીડે 5 લોકોને બાળક ચોરી કરતી ગેંગ સમજી લીધી અને તેમની કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વિના તેમને મારવાનું ચાલુ કરી દીધું. ભીડે તે 5 લોકોની એટલી પીટાઈ કરી કે તેમની મૌત થઇ ગયી.

બાળકોને ઉઠાવવાની શંકામાં લોકોએ શકાસ્પદની ધુલાઈ કરી

બાળકોને ઉઠાવવાની શંકામાં લોકોએ શકાસ્પદની ધુલાઈ કરી

ગુજરાતમાં બે અલગ અલગ ઘટનાઓમાં બાળકોને ઉઠાવવાની શંકામાં લોકોએ શકાસ્પદની ધુલાઈ કરી નાખી છે. રાજકોટમાં સ્થાનીય લોકોએ બાળક ઉઠાવવાની શંકામાં એક વ્યક્તિની પીટાઈ કરી નાખી.

English summary
Supreme court strong word on mob lynching state must prevent mobocracy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X