For Quick Alerts
For Daily Alerts
Farmer Protest: ટ્રેક્ટર રેલીને લઈ દાખલ અરજી પર 20 જાન્યુઆરીએ સુનાવણી
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો પાછલા 56 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આ ત્રણેય કાયદા પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલાની સુનાવણી થઈ. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસના માધ્મયથી અરજી દાખલ કરવામાં આવી છે જેમાં 26 જાન્યુઆરીએ સંભાવિત ટ્રેક્ટર રેલી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે, કેમ કે આ રેલીથી ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં બાધા આવી શકે છે. જણાવી દઈએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે ખેડૂતો અને સરકાર વચ્ચે ગતિરોધ ખતમ કરવા માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી હતી પરંતુ આ કમિટીના સભ્યોની પસંદગી પર સવાલ ઉભો થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટની સુનાવણીની મહત્વની વાતો
- ગણતંત્ર દિવસ પર પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીને લઈ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ 20 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
- દિલ્હીમાં પ્રવેશનો મામલો કાનૂન વ્યવસ્થા સાથે જોડાયેલો હોવાથી ના પર દિલ્હી પોલીસ ફેસલો લેશેઃ સુપ્રીમ કોર્ટ
- કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી ગેરકાનૂની હશે અને શક્ય છે કે 5000 લોકો દિલ્હીમાં પ્રવેશ કરે.
Farmer Protestને પગલે બંધ થઈ ચિલ્લા- ગાઝીપુર બોર્ડર