For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાયદામાં કિશોરની પરિભાષા પર વિચાર કરાશે SC

By Super
|
Google Oneindia Gujarati News

judgement
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરીઃ સુપ્રીમ કોર્ટે કિશોર ન્યાય કાયદામાં કિશોરની પરિભાષા પર વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. કિશોર ન્યાય અધિનિયમથી કિશોરની પરિભાષાને હટાવવાની માંગ કરવાની યાચિકા પર એટની જનરલ અદાલતની મદદ કરશે. કોર્ટે કહ્યું છે કે જૂવેનાઇલની ઉમર નક્કી કરતી વખતે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખવામાં આવશે.

જનહિત યાચિકા, જેમાં કહેવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઓછી ઉમરના તમામ આરોપીઓને સગીર તરીકે લેવા યોગ્ય નથી, કારણ કે તે ગુન્હાનીં ગંભીરતાને નથી દર્શાવતી. સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. આ યાચિકા વકીલ કમલ કુમાર પાંડે અને સુકુમારએ દાખલ કરી છે.

યાચિકાકર્તા કમલ કુમાર પાંડેએ જણાવ્યું છે કે તેણે પોતાની યાચિકામાં જૂવેનાઇલ(કિશોર)ની પરિભાષાને ફરીથી પરિભાષિત કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના તર્કો સાથે સહમત થતા યાચિકાનો સ્વિકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જસ્ટિસ દીપક મિશ્રાએ આ સરકાર પાસે જવાબ માંગ્યો છે.

નોંધનીય છે કે દિલ્હી ગેંગરેપ કેસમાં સૌથી ગંભીર આરોપીને સગીર ગણાવી દેવામાં આવવાથી લોકોમાં ભારે ગુસ્સો છે. લોકો ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જુવેનાઇલ એક્ટમાં ફેરબદલની માંગ કરી રહ્યાં છે.

English summary
The Supreme Court on Monday decided to examine the constitutional validity of the provision giving the definition of juvenile in the Juvenile Justice Act which treats a person as a minor till he attains the age of 18 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X