For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ સુપ્રીમ કોર્ટનો સીબીઆઈને નિર્દેશ, ત્રણ મહિનામાં તપાસ પૂરી કરો

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ સુપ્રીમ કોર્ટનો સીબીઆઈને નિર્દેશ, ત્રણ મહિનામાં તપાસ પૂરી કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ત્રણ મહિનામાં તપાસ પૂરી કરી લેવા માટે નિર્દેશ કર્યા છે. શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે રેપ અને હત્યાના મામલાની તપાસ કરી રહેલ સીબીઆઈ ટીમે અદાલત સમક્ષ મામલાની તપાસ માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો, જેના પર કોર્ટે સીબીઆીને મામલાની તપાસ ત્રણ મહિનામાં નિપટાવવાનો આદેશ આપ્યો છે.

સીબીઆઈ તપાસ ચાલુ

સીબીઆઈ તપાસ ચાલુ

શેલ્ટર હોમ મામલામાં સીબીઆઈ 11 હત્યાઓની તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે બાળકોના હાડપિંજર મળ્યાં છે, સીબીઆઈ તપાસ કરે કે આખરે આ હાડપિંજર કોના છે. સાથે જ કોર્ટે કલમ-377 અને વિજિટર જેઓ છોકરીઓનું ઉત્પીડન અથવા ટ્રાફિકિંગ કરતા હતા તેમના વિશે પણ તપાસ કરવા કહ્યું છે.

હાડકાં મળી આવ્યાં

હાડકાં મળી આવ્યાં

પાછલી સુનાવણી પર સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં આ કેસ સાથે જોડાયેલ સનસનીખેજ ખુલાસા કર્યા હતા. પોતાના શપથપત્રમાં સીબીઆઈએ કહ્યું હતું કે તપાસ દરમિયાન પીડિતાઓના નોંધાયેલ નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં જેમના બ્રજેશ ઠાકુર અને તેના સહયોગિઓએ કથિત રીતે હત્યા કરી મૂકી. તપાસ એજન્સીઓએ જણાવ્યું કે એક આરોપી પાસેથી મળેલ સંકેત પર શ્મશાન ઘાટમાં એક ખાસ જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો હતો જ્યાંથી હાડકાં મળી આવ્યાં.

સીબીઆઈએ આ આરોપ ફગાવ્યો

સીબીઆઈએ આ આરોપ ફગાવ્યો

તપાસ એજન્સીઓએ બ્રજેશ સહિત 21 લોકો વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરી દીધું છે. સીબીઆઈએ ક્યું છે કે શેલ્ટર હોમમાં ખોદકામમાં હાડકાં મળી આવ્યાં છે અને મામલાની હજુ તપાસ ચાલુ છે. સીબીઆઈએ એક આરોપોનો ઈનકાર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મામલામાં શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

બીએસસી વિધાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી તેનો મિત્ર રેપ કરતો રહ્યોબીએસસી વિધાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી તેનો મિત્ર રેપ કરતો રહ્યો

English summary
supreme court told cbi to complete investigation of Muzaffarpur shelter home case in 3 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X