મમતા બેનરજીને સુપ્રીમે આપ્યો ઝટકો, પેગાસસ મામલાની તપાસ માટેના રાજ્ય સરકારના આગોય પર લગાવી રોક
સુપ્રીમ કોર્ટના આદેશથી પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, પશ્ચિમ બંગાળ સરકારે પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે જસ્ટિસ મદન બી લોકુરના નેતૃત્વમાં એક કમિશનની રચના કરી હતી, જે આદેશ આપતા સુપ્રીમ કોર્ટે તપાસ અટકાવવાનું કહ્યું છે. NGOની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. આ જ NGOએ અગાઉ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રચવામાં આવેલા કમિશનને પડકાર્યો હતો. CJI NV રમનાની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે સ્વતંત્ર સમિતિ દ્વારા તપાસનો આદેશ આપ્યા પછી તે કમિશનના બંધારણથી ખુશ નથી.
CJI NV રમન્નાની આગેવાની હેઠળની બેન્ચે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને રાજ્ય દ્વારા રચવામાં આવેલા કમિશને કેવી રીતે કાર્યવાહી શરૂ કરી તે સમજાવવા જણાવ્યું હતું. જવાબમાં સિંઘવીએ કહ્યું કે મેં ખાતરી આપી હતી કે તમારો નિર્ણય આવે ત્યાં સુધી કમિશન કામ નહીં કરે, પરંતુ આ મામલે આયોગે નિર્ણય બાદ કામ શરૂ કર્યું હતું. આ પછી સુપ્રીમ કોર્ટે પંચની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
27 ઓક્ટોબરે, સુપ્રીમ કોર્ટે ભારતમાં અમુક લોકો પર નજર રાખવા માટે ઇઝરાયલી સ્પાયવેર પેગાસસના કથિત ઉપયોગની તપાસ કરવા માટે સાયબર નિષ્ણાતોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. જ્યારે 26 જુલાઈએ પશ્ચિમ બંગાળ સરકારે કથિત પેગાસસ જાસૂસી કેસની તપાસનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુર અને કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ જ્યોતિર્મય ભટ્ટાચાર્યની આગેવાની હેઠળના કમિશનની રચનાની જાહેરાત કરી હતી.