For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: રાફેલ ડીલ મામલે કેન્દ્ર સરકારને રાહત, સુપ્રીમ કોર્ટે દખલ આપવાનો ઈનકાર કર્યો

Live: રાફેલ ડીલ મામલે SCએ કેન્દ્ર સરકારને રાહત આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાક મહિનામાં રાજનીતિનું કેન્દ્ર બનેલ રાફેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે ફેસલો સંભળાવી શકે છે. રાફેલ ડીલ રદ કરવા અને નિષ્પક્ષ તપાસની માંગની દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફેસલો સંભળાવશે. 36 રાફેલ ફાઈટર જેટની ખરીદી મામલે કોર્ટની દેખરેખમાં તપાસની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બરે પોતાનો ફેસલો સુરક્ષિત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેંચે પોણા 4 કલાક લાંબી સુનાવણી બાદ ફેસલો સુરક્ષિત લાખી લીધો હતો. આ મામલા પર દેશભરની નજર ટકી રહી છે કેમ કે રાફેલ ડીલને ક્લીન ચિટ મળી જશે અથવા તેની તપાસના આદેશ આપવામાં આવશે.

rafale deal

Newest First Oldest First
12:12 PM, 14 Dec

રાફેલનું સત્ય દેશ સામે આવ્યુંઃ ગૃહમંત્રી રાજનાથ સિંહ
12:11 PM, 14 Dec

સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અનિલ અંબાણી બોલ્યા- અદાલતના ફેસલાનું સ્વાગત છે, તમામ આરોપો ખોટા નીકળ્યા. મોદી સરકાર પર અનિલ અંબાણીની કંપનીને ફાયદો અપાવવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.
12:10 PM, 14 Dec

રાફેલ પર સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ એક્શનમાં ભાજપ, શાહ કરશે પીસી તો નરેન્દ્ર તોમરે રાહુલ ગાંધીને માફી માગવા કહ્યું.
12:09 PM, 14 Dec

સુપ્રીમ કોર્ટના ફેસલા પર સૌગતા રૉય, ટીએમસીએ કહ્યું- રાજનૈતિક દળ જેપીસીની માગણી કરી રહી છે.
12:04 PM, 14 Dec

કોંગ્રેસ સાંસદ સુનીલ જાખડેએ કહ્યું- સુપ્રીમ કોર્ટનો ફેસલો પૂરી રીતે વાંચ્યા બાદ કંઈક કહી શકાશે
11:15 AM, 14 Dec

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક લોકોની ધારણા પર અદાલત આદેશ નથી આરી શકતી.
11:12 AM, 14 Dec

રાફેલ પર સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું, પહેલા જ સરકારે સ્પષ્ટ નથી કર્યું કે ડીલમાં કોઈ ગડબડી નથી થઈ અને કોંગ્રેસના તમામ આરોપો પાયાવિહોણા હતા.
11:11 AM, 14 Dec

સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવતા કહ્યું કે દરેક મામલા પર દખલ દેવાની જરૂરત નથી.
11:11 AM, 14 Dec

રાફેલ ડીલમાં કોઈ કમી નથી, ડીલની ન્યાયિક સમીક્ષા નક્કી નહિ, વિમાનની ડીલમાં દખલ દેવાથી કોર્ટે ઈનકાર કરી દીધો
11:10 AM, 14 Dec

36 વિમાનની ખરીદી પર સવાલ ઉઠાવવો ઠીક નથી, સુપ્રીમ કોર્ટના ફેસલાથી સરકારને રાહત મળી
11:09 AM, 14 Dec

રાફેલ ડીલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે કહ્યું- ડીલમાં કોઈ કમી નથી, કેન્દ્રના ફેસલા પર સવાલ ઉઠાવવો ઠીક નથી.
11:09 AM, 14 Dec

સુનાવણી દરમિયાન એટર્ની જનરલ વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ તરફથી રાફેલ તૈયાર કરવામાં દસૉલ્ટની સરખામણીમાં 2.7 ગણાથી વધુ સમય લાગી રહ્યો હતો.
11:08 AM, 14 Dec

એક તરફ કોર્ટનો ફેસલો આવનાર છે ત્યારે બીજી તરફ સંસદમાં રાફેલને લઈ ઘમાસાણ ચાલુ છે, કોંગ્રેસ સાંસદે લોકસભામાં સતત ત્રીજા દિવસે કાર્યસ્થગન નોટિસ આપી.
11:04 AM, 14 Dec

આ કેસની સુનાવણી દરમિયાન પ્રધાન ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ એર વાઈસ માર્શન ચલપતિને વાયુ સેનામાં સામેલ નવા યુદ્ધ વિમાનો વિશે પૂછ્યું. વાયુ સેનાના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું કે સુખોઈ 30 સૌથી નવાં જંગી જહાજ છે જેમને વાયુ સેનામાં સામેલ કરવામાં આવી છે.
11:03 AM, 14 Dec

સુનાવણી દરમિયાન ભૂષણે કોર્ટને કહ્યું હતું કે સરકાર ગોપનીયતા પ્રાવધાનની આડમાં રાફેલ વિમાનોની કિંમતનો ખુલાસો નથી કર્યો.
10:59 AM, 14 Dec

સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે સીલબંધ લિફાફામાં ડીલની તમામ જાણકારી કોર્ટને સોંપી હતી. આ મામલા પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખ્યો હતો.
10:58 AM, 14 Dec

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે રાફેલ ડીલની કિંમત અને તેના ફાયદાઓની તપાસની માગણી કરવામાં આવી.

English summary
supreme court verdict on plea seeking probe in rafale deal, live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X