નિર્ભયા મામલાના દોષી મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
નવી દિલ્હીઃ નિર્ભયા મામલામાં દોષી મુકેશની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જણાવી દઈએ કે મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી. જે બાદ દોષીના વકીલે દયા અરજી ફગાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પહેલા જ આ મામલે તમામ દોષિતોને ફાંસી સંભળાવી દીધી છે. દોષિતોને 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા આપવામાં આવનાર છે, પરંતુ ફાંસીની સજા પહેલા આજે સુપ્રીમ કોર્ટ દોષી મુકેશની અરજી પર સુનાવણઈ કરશે.

આ મામલો સર્વોચ્ચ પ્રાથમિકતાનો
અગાઉ સોમવારે સુપ્રીમ કોર્ટે મુકેશના વકીલ સાથે આના માટે તરત રજિસ્ટ્રીથી સંપર્ક કરવા માટે કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જો કોઈને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી રહી છે, તો આ મામલો સર્વોચ્ચ પ્રાથમિકતામાં હોવો જોઈએ. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ફગાવી દીધી હતી. જે બાદ મુકેશના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. એવામાં સૌકોઈની નજર આજે સુપ્રીમ કોર્ટ પર રહેશે. જણાવી દઈએ કે અગાઉ આ દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવનાર હતી, પરંતુ દયા અરજી અને ક્યૂરેટિવ પિટીશનને પગલે ફાંસીની તારીખ ટાળી દેવામાં આવી અને હવે 1 ફેબ્રુઆરીએ આ દોષિતોને સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે.

1 ફેબ્રુઆરીએ ફાંસી
જણાવી દઈએ કે નિર્ભયાના ચારેય દોષિતોને એક ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિત મુકેશ, વિનય, પવન અને અક્ષયને ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. જે બાદથી જ દોષિતો તરફથી કેટલાય પ્રકારના કાનૂની પેચ અપનાવવામાં આવી રહ્યા છે. દિલ્હીની અદાલતે પહેલા 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે ફાંસી આપવાનું એલાન કર્યું હતું, પરંતુ કેટલાક દોષિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખળ કરવા પર ટેક્નિકલ સમસ્યાના કારણે ફાંસી ટળી ગઈ હતી. જે બાદ અદાલતે નવી તારીખનું એલાન કર્યું અને 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી દીધી.

દોષિતો અપનાવી રહ્યા છે કાનૂની પેચ
નિર્ભયાના ચારેય દોષી વારાફરતી કાનૂની પેચ અપનાવી રહ્યા છે, જેથી ફાંસી ટાળી શકે. પછી ભલેને તે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાનું હોય કે પછી સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખલ કરવાનું હોય જો કે તેઓ આમાં સફળ ના થયા અને હજી પણ એક ફેબ્રુઆરીએ ફાંસીની તારીખ નક્કી છે અને તિહાર પ્રશાસન તરફથી તેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2012માં પેરામેડિકલની વિદ્યાર્થિની સાથે બર્બરતા પૂર્વક સામૂહિક બળાત્કાર થયો હતો અને પછી તેને મરવા માટે છોડી દેવામાં આવી હતી. ઘટનાના થોડા દિવસો બાદ જ વિદ્યાર્થિનીનું નિધન થયું હતું.
ભડકાઉ ભાષણ આપનાર શરજીલ ઈમામ વિરુદ્ધ આસામ અને યૂપી બાદ અન્ય 3 રાજ્યોમાં દેશદ્રોહનો કેસ દાખલ