For Quick Alerts
For Daily Alerts
કાવેરી જળ વિવાદ : SCનો નિર્ણય તમિલનાડુને પાણીનો કાપ
સુપ્રીમ કોર્ટે કાવેરી જળ વિવાદ પર તમિલનાડુના પાણી કાપ અને કર્ણાટકને લાભ આપ્યો છે. ત્યારે શું છે આ વિવાદ વિગતવાર જાણો અહીં. સાથે જ જાણો સુપ્રીમ કોર્ટનો આ પરનો ચુકાદો.
સુપ્રિમ કોર્ટે કાવેરી નદી જળ વિવાદ મામલે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેઠકે તમિલનાડુને 177.25 TMC (thousand million cubic) પાણી આપવાનો આદેશ કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી તમિલનાડુને મળતા પાણીમાં 15 TMCની કપાત કરવામાં આવી છે. આ પહેલાના આદેશમાં 192 TMC પાણી આપવાનો આદેશ હતો. આ નિર્ણયમાં કર્ણાટકને વધારાનું 14.75 TMC પાણી આપવાની વાત કરવામાં આવી છે. કોર્ટે આ નિર્ણય બે મુખ્ય બિંદુઓ પર કર્યો છે. જેમાં બેંગલુરુમાં પાણીની તકલીફ અને તમિલનાડુમાં 20 TMC અંડર ગ્રાઉન્ડ વોટર પહેલાથી જ હોવાની વાત પર ખાસ આધાર રાખવામાં આવ્યો છે.
Comments
supreme court kaveri cauvery verdict tamil nadu karnataka kerala સુપ્રીમ કોર્ટ કાવેરી વિવાદ કર્ણાટક તમિલનાડુ પાણી
English summary
Supreme courts decision on cauvery river water dispute tamilnadu karnataka kerala.
Story first published: Friday, February 16, 2018, 11:30 [IST]