• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, બાલાકોટમાં હુમલા માટે વાયુસેનાએ મિરાજ 2000ને કેમ પસંદ કર્યું

|

નવી દિલ્હીઃ ઈન્ડિયન એ ફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કૉન્વૉય પર આત્મઘાતી હુમલાનો બદલો લીધો. મિરાજ 2000ને પસંદ કરવું, આઈઆઈએફ માટે એક રણનીતિ માટે મુશ્કેલ ફેસલો હતો. ઈન્ડિયન એરફોર્સ જેમની પાસે સુખોઈ જેવા ફાઈટર જેટ છે, તેમણે આ ઓપરેશન માટે ફ્રાન્સમાં બનેલ સુપરસોનિક જેટ મિરાજને પસંદ કર્યું. આ ફેસલો એમ જ નહોતો લેવાયો બલકી તેની પાછળ અન્ય પણ કેટલાય કારણો હતાં. મિરાજ દુનિયાના સર્વશ્રેષ્ઠ ફાઈટર જેટ્સમાંથી એક છે. જાણો આખરે વાયુસેનાએ મિરાજને જ આ ઓપરેશન માટે કેમ પસંદ કર્યું.

લેઝર ગાઈડેડ બોમ્બથી હુમલો થયો

લેઝર ગાઈડેડ બોમ્બથી હુમલો થયો

મંગળવારે રાત્રે 3.30 વાગ્યે વાયુસેનાના મિરાજ ફાઈટર જેટે હુમલો કરવાનું શરૂ કર્યું. મિરાજને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરફથી ડસોલ્ટ એવિએશનના લાઈસેન્સ અંતર્ગત તૈયાર કરવામાં આવે છે. આ ફ્રેન્ચ કંપની જ રાફેલ મીડિયમ મલ્ટી રોલ ફાઈટર એરક્રાફ્ટ આઈએએફ માટે તૈયાર કરશે. મિરાજ 2000 પાકિસ્તાનના એરસ્પેસ અંદર દાખલ થયું અને 1000 કિલોગ્રામના લેઝર ગાઈડેડ બોમ્બથી જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર હુમલા કર્યા.

મિગ-29 અને સુખોઈ વચ્ચે પસંદ કર્યું મિરાજ

મિગ-29 અને સુખોઈ વચ્ચે પસંદ કર્યું મિરાજ

એરફોર્સ પાસે સુખોઈ-30 એમકેઆઈ અને મિગ-29 જેવા ફાઈટર જેટ્સ છે. આ ઉપરાંત તેજસ પણ હવે આઈએએફનો ભાગ છે પરંતુ ફરી એકવાર મિરાજ 2000 પર એરફોર્સે ભરોસો કર્યો છે. મિરાજ 2000ને કારગિલના યુદ્ધ સમયે પણ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. એ સમયથી મિરાજને ક્રોસ બોર્ડર સ્ટ્રાઈક માટે ઉપયોગમાં લેવાયું હતું. વિદેશ મંત્રાલય તરફથી આપેલી જાણકારી મુજબ હુમલામાં 300થી વધુ જૈશના આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. આ હુમલાને જૈશના બાલાકોટ અડ્ડા પર અંજામ આપવામાં આવ્યો છે.

એરફોર્સનું સૌથી ખતરનાક એરક્રાફ્ટ

એરફોર્સનું સૌથી ખતરનાક એરક્રાફ્ટ

મિરાજ, એરપોર્સનું સૌથી ખતરનાક એરક્રાફ્ટ છે. જેનાથી વર્ષ 1985માં ઈન્ડિયન એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. જેની તુરંત બાદ મિરાજને ભાતમાં વજ્ર નામ આપવામાં આવ્યું હતું જેનો સંસ્કૃતમાં અરથ છે વિજળી. મિરાજે પહેલીવાર 1978માં ઉડાણ ભરી હતી અને વર્ષ 1984માં તે ફ્રાન્સ એરફોર્સનો ભાગ બન્યું હતું. ભારતે વર્ષ 1982માં 36 સિંગલ સીટ અને 4 ટ્વિન સીટર મિરાજ જેટનો ઓર્ડ ફ્રાન્સને આપ્યો હતો. આ એરક્રાફ્ટ એ સમયે ખરીદવામાં આવ્યાં હતાં જ્યારે પાકિસ્તાને અણેરિકી કંપની લૉકહીડ માર્ટિન સાથે એફ-16 ફાઈટર જેટ્સની ડીલ કરી હતી.

કારગિલ યુદ્ધમાં પણ દુશ્મનને રડતા કરી દીધા હતા

કારગિલ યુદ્ધમાં પણ દુશ્મનને રડતા કરી દીધા હતા

કારગિલના યુદ્ધમાં ભૂમિકા ભજવનાર મિરાજ એ સમયથી જ વાયુસેનાનો વિભિન્ન ભાગ બની ગયું છે. આ જેટની સફળતાને જોયા બાદ ભારતે વર્ષ 2004માં વધુ 10 મિરાજ 2000નો ઓર્ડર ફ્રાન્સને આપ્યો. સાથે જ ભારત પાસે કુલ 50 મિરાજ જેટ થઈ ગયાં. જે બાદ વર્ષે 2011માં મિરાજ 2000ને અપગ્રેડ કરવામાં આવ્યું અને આ જેટ મિરાજલ 2000-5 એમકે બની ગયું. આ જેટ્સની લાઈફ અપગ્રેડ થયા બાદ વધી અને હવે આ વર્ષ 2030 સુધી સર્વિસમાં રહી શકે છે.

2336 કિમીની સ્પીડથી ઉડાણ

2336 કિમીની સ્પીડથી ઉડાણ

મિરાજ 2000માં સિંગલ શાફ્ટ એન્જિનનો ઉપયોગ થાય છે અને જો બીજા ફાઈટર જેટ્સ સાથે આની સરખામણી કરીએ તો તે બહુ સાધારણ છે. આ એન્જિનને પહેલીવાર 1970માં તૈયાર કરવામાં આવ્યું હતું. મિરાજને એક સિંગલ સીટર પાયલટ માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ જેટનો વજન 7500 કિમી છે અને ટેક ઑફ સમયે તેનો વજન લગભગ 17000 કિલો સુધી થઈ જાય છે. મિાજ 2000ની મહત્તમ સ્પીડ 2336 કિમી પ્રતિ કલાક એટલે કે મેક 2.2 છે. આ ડ્રોપ ટેન્ક્સની સાથે 1550 કિમી સુધી 59000 ફીટની ઉંમચાઈ સુધી ઉડાણ ભરી શકે છે.

એરસ્ટ્રાઈક બાદ ગુજરાતમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને બીએસએફે નષ્ટ કર્યુ

English summary
Surgical Strike 2: Why Indian Air Force chosen Mirage 2000 for air strike on Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more