For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ ભારત મહિલાઓ માટે આખી દુનિયામાં સૌથી અસુરક્ષિત દેશ

ભારત મહિલાઓ માટે દુનિયામાં સૌથી અસુરક્ષિત દેશ છે. હાલમાં જ થયેલા સર્વેમાં ભારતને મહિલાઓ માટે દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારત મહિલાઓ માટે દુનિયામાં સૌથી અસુરક્ષિત દેશ છે. હાલમાં જ થયેલા સર્વેમાં ભારતને મહિલાઓ માટે દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવવામાં આવ્યો છે. થોમસન રોયટર્સ ફાઉન્ડેશનના સર્વેમાં મહિલાઓ સામે યૌન હિંસા અને તેમને સેક્સના ધંધામાં બળજબરી કરવાનું વધુ જોખમ હોવાના કારણે ભારતને સૌથી અસુરક્ષિત દેશ માનવામાં આવ્યો છે. વળી, બીજા નંબરે યુધ્ધથી ગ્રસ્ત અફઘાનિસ્તાન અને ત્રીજા નંબર પર સીરિયા છે.

ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત

ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત

થોમસન રોયટર્સ ફાઉન્ડેશનના સર્વેમાં ભારતને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ માનવામાં આવ્યો છે. આ સર્વેમાં મહિલાઓ પર 550 વિશેષજ્ઞોએ ભાગ લીધો હતો. મહિલાઓ સામે થતી હિંસાઓના આધાર પર ભારત દુનિયાનો સૌથી અસુરક્ષિત દેશ બન્યો છે. ત્યારબાદ અફઘાનિસ્તાન, સીરિયા, સોમાલિયા અને સાઉદી અરબ છે. આ યાદીમાં એકમાત્ર પશ્ચિમી દેશ અમેરિકા છે જ્યાં ગયા કેટલાક વર્ષોમાં મહિલાઓ સામે હિંસામાં વધારો થયો છે.

મહિલાઓની સુરક્ષા માટે નથી લેવાયા ઠોસ પગલાં

મહિલાઓની સુરક્ષા માટે નથી લેવાયા ઠોસ પગલાં

આ પહેલા વર્ષ 2011 માં થયેલા સર્વેમાં અફઘાનિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો, પાકિસ્તાન, ભારત અને સોમાલિયા મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ હતા. પરંતુ આ વર્ષના સર્વેમાં ભારતે બધાને પાછળ છોડી દીધા છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે આ સર્વેથી સ્પષ્ટ માલુમ પડે છે કે દેશમાં મહિલાઓની સુરક્ષા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. વર્ષ 2012 માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપના પાંચ વર્ષ બાદ પણ ભારતમા મહિલાઓની તે જ સ્થિતિ છે.

મહિલાઓ સામે અપરાધમાં 83% નો વધારો

મહિલાઓ સામે અપરાધમાં 83% નો વધારો

કર્ણાટકની સરકારી અધિકારી મંજુનાથ ગંગધરાએ કહ્યુ, "ભારતમાં મહિલાઓ માટે માત્ર ઉપેક્ષા અને અપમાન છે. બળાત્કાર, મેરિટલ રેપ, યૌનશોષણ અને શોષણ, કન્યાભ્રૂણ હત્યા આ બધા પર ધ્યાન જ આપવામાં આવતુ નથી." ગંગધરાએ આગળ જણાવ્યુ કે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા માટે મહિલાઓ સામે થતી હિંસામાં વધારો શરમજનક છે. સરકારી આંકડા મુજબ વર્ષ 2007 થી લઈને 2016 માં મહિલાઓ સામે હિંસામાં 83% નો વધારો થયો છે. દેશમાં દર ચાર કલાકે એક બળાત્કારનો કેસ નોંધાય છે.

English summary
Survey: India Is The Most Dangerous Country For Woman, Afghanistan Second, US-Syria Third.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X