સુશાંત સિંહના મોતથી પરેશાન 14 વર્ષના કિશોરે કરી લીધી આત્મહત્યા
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બૉલિવુડનો ચમકતો સ્ટાર આવી રીતે જતો રહેશે તેનો કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. સુશાંત સિંહ રાજપૂતના મોતથી તેના ફેન્સનો ઉંડો શૉક લાગ્યો છે. બે સપ્તાહ વીતી ગયા બાદ પણ તે આ શૉકમાંથી બહાર નીકળી શકતા નથી. આ દરમિયાન નાગપુરમાં પણ સુશાંતના મોતથી પરેશાન એક કિશોરે મોતને ગળે લગાવી લીધુ.

ન મળી સુસાઈડ નોટ
પોલિસના જણાવ્યા મુજબ તેમને નાગપુરના જરીપટકામાં 14 વર્ષના કિશોરના સુસાઈડના સમાચાર મળ્યા હતા. તેમની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરી પરંતુ કોઈ સુસાઈડ નોટ ન મળી. પરિવારવાળાના જણાવ્યા મુજબ સુશાંતના મોત બાદથી જ તે શોકમાં ડૂબેલો હતો. તેમણે ઘણી વાર તેનુ ધ્યાન બીજી તરફ હટાવવાની કોશિશ કરી પરંતુ તે સફળ થઈ શક્યા નહિ. તે આખો દિવસ સુશાંતના મોત વિશે વિચારતો રહેતો. પછી બુધવારે તેના ઘરમાં જ સુસાઈડ કરી લીધી.

આખો દિવસ ટીવી પર જોતો હતો સમાચાર
પરિવારવાળાના જણાવ્યા મુજબ જેવો સુશાંતના મોતના સમાચાર આવ્યા, તે કિશોરના હોશ ઉડી ગયા. ત્યારથી તે સતત ટીવી પર સુશાંત વિશેના સમાચાર જોતો રહેતો હતો. જેના કારણે ઘરવાળા પણ તેને ટીવીથી દૂર રાખવાની કોશિશ કરી રહ્યા હતા. વળી, સુસાઈડ નોટ ન મળવાના કારણે પોલિસ હજુ સુધી કોઈ પરિણામ પર પહોંચી નથી. પોલિસના જણાવ્યા મુજબ તેમણે શબનુ પોસ્ટમૉર્ટમ કરાવીને કેસ નોંધી લીધો છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતની ગુત્થી ઉકેલાઈ જશે.

બિહારમાં પણ બે વ્યક્તિએ કરી સુસાઈડ
સુશાંતના સુસાઈડ બાદ બિહારમાં તેેમના બે ફેન આત્મહત્યા કરી ચૂક્યા છે. આમાં પહેલી ઘટના પટનાથી હતી જ્યાં કદમકુંઆ પોલિસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષની કિશોરીએ ગળે ફાંસી ખઈ લીધી હતી. પોલિસના જણાવ્યા મુજબ માર્ચમાં થયેલી બૉર્ડની પરીક્ષામાં છોકરીનુ પેપર બરાબર ગયુ નહોતુ. જેનાથી તે પરેશાન હતી, એ દરમિયાન સુશાંતના સમાચારથી તેનો તણાવ વધી ગયો. જેના કારણે તેણે સુસાઈડ કરી લીધુ. વળી, બીજી ઘટના નાલંદાથી સામે આવી હતી. જ્યાં ગૌતમ નામના યુવકે સુસાઈડ કરી લીધી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ ગૌતમ સુશાંતના મોત બાદથી ઘણો પરેશાન રહેતો હતો. ત્યારબાદ એક દિવસ તેણે અચાનકથી આત્મહત્યા કરી લીધી.
કાશ્મીરઃ અનંતનાગમાં આતંકી હુમલામાં CRPF જવાન શહીદ, એક બાળકનુ પણ મોત