સુશાંતસિંહની બહેને લીક કરી ડ્રગ્ઝ ગ્રુપની ચેટ, પિઠાની બોલ્યો - SSRને ડૂબ મળી ગઈ?
નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોતની ગુત્થી રોજ ગૂંચવાઈ રહી છે. આ મામલે રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અને રોજ એક નવી વાત સામે આવી રહી છે. હાલમાં કેસની તપાસ સીબીઆઈ, ઈડી અને એનસીબી કરી રહ્યુ છે. હાલમાં જ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ડિલીટ વૉટ્સએપ ચેટથી ડ્રગ્ઝનો એંગલ સામે આવ્યો હતો. ત્યારબાદ હવે આ ડ્રગ્ઝવાળા ગ્રુપની વૉટ્સએપ ચેટ લીક થઈ ગઈ છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ગ્રુપની અમુક ચેટ શેર કરી છે જે ઘણી વાયરલ પણ થઈ રહી છે.

રિયા લખે છે - ડૂબીની જરૂર છે
આ ચેટ્સ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની અને સેમ્યુઅલ મિરાંડા સહિત અન્ય લોકો વચ્ચે વાતચીતની છે. આમાં રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક કોઈને ડૂબી લાવવા માટે કહી રહ્યા છે. ગૂગલ સર્ચ અનુસાર, આ ગાંજાની સિગરેટ હોય છે. માહિતી મુજબ આ સ્ક્રીનશૉટ ગયા વર્ષે 30 જુલાઈનો છે. આમાં રિયા પણ ડૂબી લાવવા માટે કહે છે. તે લખે છે, ડૂબીની જરૂર છે. આના પર જવાબ આવે છે, લાવી રહ્યો છુ. પછી આયુષ કહે છે રોલ કરી રહ્યો છુ. ત્યારબાદ સિદ્ધાર્થિ પિઠાની લખે છે, મિરાંડા અહીં છે.

રિયા કહે છે - સુશ માટે ટેગ મોકલો
જે ગ્રુપની ચેટ શ્વેતાએ શેર કરી છે, તે ગ્રુપનુ નામ NIFW છે. જેમાં આયુષ, આનંદી, રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની અને સેમ્યુઅલ મિરાંડા સહિત ઘણા અન્ય લોકો શામેલ છે. આ મેસેજને જોઈને માલુમ પડી રહ્યુ છે કે કોણ શું બોલી રહ્યુ છે પરંતુ ચેટ્સ કોના ફોનની છે એ સ્પષ્ટ નથી. ચેટ્સમાં આગળ, જેના ફોનથી સ્ક્રીનશૉટ લેવામાં આવ્યા છે, તે કહે છે, વૉટરસ્ટોનનુ બુકિંગ કેન્સલ થઈ ગયુ છે. આગળ રિયા કહે છે કે સુશ માટે ટેગ મોકલો. રિયાએ કહ્યુ છે, અમારી પાસે ડૂબ છે. ત્યારે જવાબ આવે છે, ચેક કરી રહ્યો છુ, રોલ કરીને લાવી રહ્યો છુ.

શોવિક કહે છે - ડૂબીઝ લેતો આવજે
ત્યારબાદ સેમ્યુઅલ મિરાંડા બ્લુબેરી કુશના નામનો એક ફોટો મોકલે છે અને કહે છે કે આ કેવુ છે. તો જવાબ આવે છે, વાઉ.આમાં આગળની વાતચીતમાં કહેવામાં આવે છે, એસએસઆરને ડૂબ મળી ગઈ છે ને? રિયાનો ભાઈ શોવિક કહે છે, જલ્દી પહોચો, આયુષને કહેજો કે ડૂબીઝ લેતો આવે. સાથે પછી લખે છે કે સ્પીકર્સ પણ લઈ આવે. રિપોર્ટસ અનુસાર રિયાએ સ્વીકાર્યુ છે કે આ ચેટ્સ એની છે. આ લોકો વચ્ચે થયેલી ચેટના સ્ક્રીનશૉટ્સ શ્વેતાસિંહ કીર્તિએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે.
What are we to conclude?? #ArrestCulpritsOfSSR pic.twitter.com/YZcg9u3yKI
— shweta singh kirti (@shwetasinghkirt) August 28, 2020
What was going on...#ArrestCulpritsOfSSR pic.twitter.com/SPcwyA720r
— shweta singh kirti (@shwetasinghkirt) August 28, 2020
Coronavirus: મોત મામલે ત્રીજા નંબરે પહોંચ્યુ ભારત, જાણો શું કહે છે આંકડા