For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંદેની કબૂલાત; જમ્મુ આતંકી હૂમલાની પ્રતિક્રિયામાં થઇ 'ચૂક'

|
Google Oneindia Gujarati News

sushilkumar-shinde
નવી દિલ્હી, 10 ઓક્ટોબર : કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ ગુરુવારે સ્વીકાર્યું હતું કે જમ્મુ - કાશ્મીરમાં 26 સપ્ટેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલાનો સામનો કરવામાં "થોડી ચૂક" થઇ ગઇ હતી. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા.

શિંદેએ જણાવ્યું કે "થોડી ચૂક થઇ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ." તેમણે જણાવ્યું કે કેન્દ્રએ હુમલા અંગે રિપોર્ટ માંગ્યો છે. શિંદેએ એમ પણ જણાવ્યું કે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાથી પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસ થયા છે.

જમ્મુ - કાશ્મીરના જમ્મુ ક્ષેત્રમાં 26 સપ્ટેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં 6 જવાનો, 6 પોલીસકર્મી શહીદ થયા હતા. જેમાં બે નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

અત્યાધુનિક હથિયારોથી લેસ આતંકવાદી પહેલા જમ્મુના ક્ષેત્રના એક પોલીસ મથકમાં પહોંચ્યા અને ત્યાં આઠ લોકોની હત્યા કરી દીધી હતી. ત્યાંથી એક ટ્રક લઇને ભાગેલા આતંકવાદી સેનાના એક અડ્ડા સુધી પહોંચ્યા હતા જ્યાં તેમણે એક અધિકારી અને ત્રણ જવાનોની હત્યા કરી હતી.

English summary
Sushilkumar Shinde admits 'lapses' in response to Jammu terror attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X