For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંદેની ટીવી ચેનલોને ધમકી, ખોટો પ્રચાર કરનારાઓને કચડી નાખીશું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: દેશના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આજે ખુલ્લેઆમ કંઇક એવું કહ્યું કે તમને વિશ્વાસ નહી થાય કે તમે લોકતાંત્રિક દેશમાં રહો છો. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ખુલ્લેઆમ મીડિયાને તાલિબાની ધમકી આપી દિધી. સુશીલ કુમાર શિંદેએ કેટલીક મીડિયા ચેનલો પર ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવતાં તેમને કચડી નાખવાની ધમકી આપી દિધી.

સુશીલ કુમાર શિંદે પર કોંગ્રેસ પાર્ટીના વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તે લોકોને બિનજરૂરી રીતે ઉશ્કેરી રહી છે. પોતાના લોકસભા વિસ્તાર શોલાપુરમાં આયોજીત કોંગ્રેસ યુવા મેળામાં સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયાની એક ટુકડી તેમના અને તેમની પાર્ટી વિરૂદ્ધ સમાચારો સાથે છેડછાડ કરી લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે. સુશીલ કુમાર શિંદેએ આમ કરનારી ચેનલોને આકરી ચેતાવણી આપતાં કહ્યું હતું કે જો તેમણે તાત્કાલિક આ પ્રકારના સમાચારોને અટકાવ્યા નહી તો તેમને કચડી નાખવામાં આવશે.

sushilkumar-shinde-600

સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે આવી ટીવી ચેનલોને કચડી નાખશે જે કોંગ્રેસ વિરૂદ્ધ દુષ્પ્રચારમાં લુપ્ત છે. તેમણે કહ્યું હતું કે તેમની પાછળ કેટલીક તાકતો કામ કરી રહી છે. મીડિયાને ધમકી આપતાં કહ્યું હતું કે સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે તેમને સકારાત્મક સમાચારો પર ધ્યાન આપવું જોઇએ. જો કે લોકસભા ચૂંટણીને લઇને કરાવવામાં આવતાં ચૂંટણી સર્વેમાં કોંગ્રેસની નબળી સ્થિતી દર્શાવવામાં આવી રહી છે. જેને લઇને કોંગ્રેસના નેતા નારાજ છે. આ નારાજગીના લીધે સુશીલ કુમાર શિંદેએ ધમકી આપી હતી.

English summary
Stoking a controversy, Union Home Minister Sushilkumar Shinde threatened to "crush" the electronic media, alleging a section of it was unnecessarily provoking the Congress party by indulging in "false propaganda" against it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X