For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય સુરક્ષા બિલ માટે વિશેષ સત્ર બોલાવવા ભાજપ તૈયાર : સુષ્મા સ્વરાજ

|
Google Oneindia Gujarati News

sushma-swaraj
નવી દિલ્હી, 3 જૂન : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા સુષ્મા સ્વરાજે રવિવારે જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા બિલને પસાર કરવા માટે ચોમાસુ સત્ર સમય કરતા વહેલું બોલાવી શકાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે તેમની પાર્ટી ભાજપ આ માટે વિશેષ સત્ર બોલાવવામાં આવે તેની વિરુદ્ધ નથી.

સરકાર દ્વારા એક વટહુકમ લાવવા કે ખાદ્ય સુરક્ષા બિલ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા અંગે વિચાર કરવાના મુદ્દે પોતાના ટ્વિટમાં સુષ્માએ આવી પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ અંગે સમાચાર માધ્યમોમાં સમાચાર આવ્યા હતા કે મહત્વના કાયદા માટે વટહુકમ બહાર પાડવો કોઇ પણ રીતે યોગ્ય માર્ગ નથી.

લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે પોતાના ટ્વિટમાં આગળ એમ પણ લખ્યું છે કે 'અમે સંસદના વિશેષ સત્ર બોલાવવાની વિરુદ્ધ નથી. સૌથી યોગ્ય એ જ રહેશે કે જુલાઇમાં યોજાનારું સંસદનું ચોમાસુ સત્ર સમય કરતા વહેલું બોલાવી લેવામાં આવે.'

English summary
Sushma is ready for Special Session on Food Security Bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X