• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વડાપ્રધાન પદ માટે સુષ્મા સ્વરાજ લાયક છે- દિગ્વિજય સિંહ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: એક તરફ લોકસભામાં ભાજપની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે એફડીઆઇના મુદ્દે લપડાક જીલવી પડી, તો બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહની ટિપ્પણીએ સુષ્મા સ્વરાજને ગુસ્સે કરી દિધા હતા. દિગ્વિજય સિંહે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ભાજપની સુષ્મા સ્વરાજ વડાપ્રધાન પદ માટે લાયક છે. બ્રિટેનની વાત કરીએ તો ત્યાં નેતા પ્રતિપક્ષને શેડો પીએમ કહેવામાં આવે છે. એવી વ્યવસ્થા અહીંયા પણ હોવી જોઇએ.

સુષ્મા સ્વરાજમાં લાયકાત છે કે તે વડાપ્રધાન બને. મને અચરજ થાય છે કે ભાજપમાં બધા મોદી-મોદી બૂમો પાડે, કોઇને તેમની ચિંતા નથી. આ ચક્કરમાં સુષ્મા સ્વરાજે પણ ગુજરાતમાં કહેવું પડ્યું હતું નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. સુષ્મા સ્વરાજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેય જેવી ઉદાર છબિ અને પ્રખર વ્યક્તિતત્વની માલકિણ છે માટે જો તે વડાપ્રધાન બને તો ભાજપ સિવાય અન્ય પક્ષોને પણ તેમનાથી કોઇ સમસ્યા નહી હોય.

અત્રે ઉલ્લેખનીય છે દિગ્વિજય સિંહે સુષ્મા સ્વરાજના વખાણ કરતાં જ ગયા પરંતુ સુષ્મા સ્વરાજ તેમની આ હરકતની ઘણા નારાજ થઇ ગયા હતા. તેમને કહ્યું હતું કે દિગ્વિજય સિંહ તો ગમે ત્યારે ઝધડાવી શકે છે. મે ક્યારેય કહ્યું નથી કે નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર છે, મેં તો ફક્ત એટલું જ કહ્યું છે કે વડાપ્રધાન પદના લાયક છે.

દિગ્વિજય સિંહ મારા પર આટલા કેમ મહેરબાન છે, તે વિચારવા જેવી વાત છે. ગમે તેની પ્રશંસા કરી લોકો વચ્ચે ઝઘડો કરવી શકે છે. તેમને મારી પ્રશંસા કરી ભાજપમાં ફૂટ પાડવાની કોશિશ કરી છે પરંતુ તે ક્યારેય સફળતા મેળવી શકશે નહી.

English summary
BJP leader Sushma Swaraj eligible to become PM, says Digvijay Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X