For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કૉલગેટ'ની ગૂમ ફાઇલો પર FIR કેમ નહીં: સુષમા સ્વરાજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે કોલસા ઘોટાળા સાથે જોડાયેલ ફાઇલોને લઇને સરકારને આડા હાથે લીધી છે. બુધવારે લોકસભામાં સુષમાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ મામલા સાથે જોડાયેલ ફાઇલ ગુમ થઇ તો સરકારે આ સિલસિલામાં એફઆઇઆર કેમ દાખલ કરી નથી. સુષમાએ સરકારની ઇચ્છા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે સરકાર ખોવાયેલી ફાઇલો શોધવા જ નથી માગતી.

sushma swaraj
સુષમાએ જણાવ્યું કે આ કેસમાં પ્રધાનમંત્રીનો પણ હાથ છે, જેથી આ મામલો વધુ ગંભીર છે. તેમણે જણાવ્યું કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રીને તપાસ માટે આગળ આવવું જોઇએ. સુષમાએ પ્રધાનમંત્રીના મંગળવારના નિવેદનને ફગાવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી એ જણાવે કે આ મામલામાં અત્યાર સુધી એફઆઇઆર શા માટે દાખલ કરવામાં આવી નથી.

સંસદની બુધવારે કાર્યવાહી શરૂ થતા ભાજપાના સભ્યોએ બંને ગૃહોમાં ખોવાયેલી ફાઇલોનો મુદ્દો ઉઠાવ્યો અને તેને લઇને ખૂબ જ હોબાળો પણ થયો. રાજ્યસભામાં ભાજપા સભ્યોએ કોલસા મંત્રાલયની ફાઇલો ગુમ થયાનો મુદ્દો ઉઠાવ્યો. સભ્યોનો સૂત્રોચ્ચાર અને હંગામાંના કારણે રાજ્યસભાની બેઠક ઘણી વખત સ્થગિત થઇ.

English summary
Why no FIR yet over missing coal files? Sushma Swaraj asked central Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X