અયોધ્યામાં ત્રીજા માળેથી પડીને સાધુનુ શંકાસ્પદ મોત, આત્યહત્યાની શંકા
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની આત્મહત્યા બાદ અયોધ્યામાં એક સાધુના શંકાસ્પદ મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સાધુ મણિરામ દાસનું શ્રી રામ મંત્રથ મંડપમ મંદિરના ત્રીજા માળેથી પડીને મૃત્યુ થયું છે. પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે.
સાધુ મણિરામ દાસ શ્રીરામ મંત્રરથ મંડપમ મંદિરના ત્રીજા માળેથી પડી ગયા. મણીરામ દાસનું ઘટનાસ્થળે જ દર્દનાક મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મંદિર પરિસરમાં હંગામો મચી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો મેળવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાધુ લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. પોલીસ મંદિર પ્રશાસન અને અન્ય સાધુઓની પૂછપરછ કરી રહી છે.