For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વામી અગ્નિવેશ સાથે થઇ મારપીટ

By Super
|
Google Oneindia Gujarati News

Swami-Agnivesh
ભોપાલ, 1 ડિસેમ્બર: સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે કાલે ભોપાલમાં એક સ્થાનિક સંગઠનના લોકો દ્વારા મારપીટ કરવામાં આવી. આ ઘટના એ સમયે થઇ જ્યારે ત્યાં એક કાર્યક્રમમાં ગયા હતા. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગ્રામીણ વિકાસ અને પંચાયત મંત્રી જયરામ રમેશ પણ ત્યાં હાજર હતા. સંગઠનના લોકોનું કહેવું હતુ કે સ્વામી અગ્નિવેશે થોડા દિવસ પેલા હિન્દુઓના દેવતા 'ભગવાન શિવ' અંગે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વચ્ચે પડી સ્વામી અગ્નિવેશને ત્યાંથી સુરક્ષિત બહાર નિકાળ્યા.

આ અંગે સંસ્કૃતિ બચાવ મંચના સંયોજક ચન્દ્ર શેખર તિવારીએ કહ્યું કે અમે એવી એકપણ વ્યક્તિને નહીં છોડીએ જે ભગવા ધારણ કરીને હિન્દુ દેવતાઓનું અપમાન કરે છે. મંચના કાર્યકર્તાઓએ તેમની પાઘડી હટાવવાનો પ્રયત્ન કર્યો અને તેમના ભગવા કપડાને પણ હટાવી દીધો.

સંયોજકે કહ્યું કે જે પણ વ્યક્તિ ભગવા કપડા પહેરે છે તેને આપણા દેશના લોકો મોટા સન્માનની નજરે જૂએ છે. તેવામાં આ લોકોએ દેવી-દેવતાઓ વિરુદ્ધ આ પ્રકારની વાતો ના કરવી જોઇએ. જો તે લોકો આવું કરશે તો તેમને માફ કરવામાં નહીં આવે.

આ ઘટના બાદ પત્રકારો સાથે વાત કરતા અગ્નિવેશે કહ્યું કે મારો ઉદ્દેશ્ય કોઇને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. સ્વામી અગ્નિવેશ એક સમાજસેવક છે જે થોડોક સમય અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલેલા અભિયાનમાં જોડાયા હતા. પરંતુ આંતરિક મતભેદો અને વિવાદોના કારણે તેઓ ટીમ અણ્ણાથી અલગ થઇ ગયા હતા.

English summary
Social worker Swami Agnivesh was on Friday, Nov 30 manhandled by activists of a local organisation in Bhopal for his alleged derogatory remarks against the Hindu god Shiva.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X