For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Swami Chinmayanand Case: SCએ યૂપી સરકારને કહ્યું- છોકરીને હાજર કરો

Swami Chinmayanand Case: SCએ યૂપી સરકારને કહ્યું- છોકરીને હાજર કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ચિન્મયાનંદ વિરુદ્ધ આરોપ લગાવનાર છોકરીને હાજર કરવા માટે યૂપી સરકારને આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે છોકરી સાથે વાત કર્યા બાદ જ ઓપન કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. અગાઉ કોર્ટે યૂપી સરકારને પૂછ્યું હતું કે ક્યાર સુધીમાં તેને હાજર કરશે. તેમને આ બાબતે પાંચ મિનિટમાં સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું.

supreme court

જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેંચે યૂપી પોલીસને પૂછ્યું કે તેઓ છોકરીને ક્યાર સુધીમાં કોર્ટમાં હાજર કરશે. ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટમાં જણાવ્યું કે આરોપ લગાવનાર લૉની વિદ્યાર્થિની ફતેહપુર સીકરી પહોંચી ગઈ છે અને તેની સુરક્ષાને લઈ અમે સંબંધિત અધિકારીઓને મેઈલ કરી દીધો છે. તે દોઢથી અઢી કલાકમાં દિલ્હી પહોંચી જશે. તેની સાથે એક યવુક પણ આવશે. તેની સુરક્ષા નવેસરથી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચિન્મયાનંદ પર પીડિતાએ પોતાના ફેસબુક અકાઉન્ટમાં અપલોડ કરવામાં આવેલ વીડિયોમાં આરોપ લગાવ્યો જે બાદ તે ગાયબ હતી. વિદ્યાર્થિનીએ ખુદની જાનને ખતરો ગણાવતા કહ્યું કે પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ પાસે સુરક્ષાની અપીલ કરી હતી. જ્યારે પીડિતાના વકીલે કઈ પરિસ્થિતિઓમાં તે ગાયબ થઈ તે જણાવ્યું અને કહ્યું કે તેના પિતા સાથે મારી વાતચીત થઈ અને તેઓ બહુ ચિંતિત છે. આ મામલે સ્ટેટસ રિપોર્ટમાં પણ માંગવામાં આવ્યો છે.

આ આર્ટિકલ પણ વાંચો- પાકિસ્તાનના કરાંચીમાં 2000 રૂપિયાની નકલી નોટો છપાઈ રહી છે

English summary
Swami Chinmayanand case: SC told UP government to present the girl in court room
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X