For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરાચાર્યએ ફરી ઓક્યું ઝેર: સાંઇ બાબાને કહ્યું 'વેશ્યા પુત્ર', ભક્તોને 'ચેપી રોગ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

swaroopanand-calls-sai-son-of-a-prostitute
નવી દિલ્હી, 11 જુલાઇ: સાંઇ બાબાની પૂજાનો વિરોધ કરી તેમને ભગવાન ન ગણવાની વાત કહી અચાનક ચર્ચામાં આવેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ફરી એકવાર સાંઇ બાબા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ સાંઇ બાબાને ''વેશ્યા પુત્ર'' અને તેમના ભક્તોને ''ચેપી બિમારી' કહ્યાં છે. પોતાની વાતની પુષ્ટિ માટે શંકરાચાર્યએ કહ્યું કે આ બધી જાણકારી ઇન્ટરનેટ પર હાજર છે જેને જે ઇચ્છે તે જોઇ અને વાંચી શકે છે. શંકરાચાર્યએ આ વિવાદાસ્પદ નિવેદન મધ્યપ્રદેશના સિવાનીમાં આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં શંકરાચાર્યએ સાંઇબાબાને લૂટેરા અને માંસાહરી ગણાવ્યા હતા.

શંકરાચાર્યનું આ નિવેદન સામે આવ્યા બાદ સાંઇ ભક્તોમાં ઘણો આક્રાશ જોવા મળ્યો છે. સિવાનીમાં મીડિયા સાથે વાતચીત કરતાં શંકરાચાર્યએ કહ્યું કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર અફઘાનિસ્તાનના રહેવાસી પિંડારી બહરૂદ્દીન અમહદનગર આવ્યા અને એક વેશ્યાના ઘરે રહેવા લાગ્યા. અહીંયા આ ચાંદ મિયાં પેદા થયા, જે શિરડીના સાંઇ બાબા છે. સાથે જ તેમણે સાંઇ ભક્તો પર પણ નિશાન સાધતાં તેમણે ચેપી રોગી ગણાવ્યા છે.

શંકરાચાર્યએ કહ્યું કે હિન્દુ તો હિન્દુ રહેશે ભલે કોઇનો પણ ભક્ત હોય. અંતે તે બતાવશે કે તે હિન્દુ છે. અમે લોકો જે વાત કહી રહ્યાં છે, તે બીજી દ્રષ્ટિથી કહી રહ્યાં છીએ. જ્યારે સંક્રમણથી આંખો લાલ થઇ જાય છે તો લોકો સલાહ આપે છે કે આ સંક્રમણ રોગ છે, દૂર રહો. આમ પણ આ (સાંઇ ભક્ત) ચેપી રોગની માફક ફેલાઇ રહ્યાં છે. સાંઇ પૂજાનો વિરોધ કરવાના લીધે ત્યાં શંકરચાર્યએ જણાવ્યું કે સાંઇ હિન્દુ ધર્મના અનુયાયિઓને ઠગી રહ્યાં છે, જે આપત્તિજનક છે. અમને તેમનાથી ઇર્ષ્યા નથી, પરંતુ વાંધો છે.

English summary
Shankaracharya Swaroopanand has once again taken a spiteful dig at Sai Baba saying that he was son of a prostitute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X