For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શપથ ગ્રહણ સમારંભઃ વિપક્ષી એકતાને ઝટકો, માયાવતી-અખિલેશ નહિ થાય શામેલ

શપથ સમારંભમાં વિપક્ષનો દમ દેખાડવાની કોશિશોને મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને માયાવતીના શામેલ ન થવાથી મોટો ઝટકો લાગી શકે છે.

|
Google Oneindia Gujarati News

ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રીઓનો આજે શપથગ્રહણ સમારંભ છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ, છત્તીસગઢાં ભૂપેશ બઘેલ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતને નવા સીએમ તરીકે રાજ્યપાલ શપથ લેવડાવશે. જો કે શપથ સમારંભમાં વિપક્ષનો દમ દેખાડવાની કોશિશોને મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને માયાવતીના શામેલ ન થવાથી મોટો ઝટકો લાગી શકે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીની અનુપસ્થિતિ એ સંકેત આપે છે કે ભાજપ સામે મહાગઠબંધન તૈયાર કરવાની કોશિશો વચ્ચે વિપક્ષી દળોમાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ.

આ પણ વાંચોઃ રાફેલ પર કોંગ્રેસને બીજો મોટો ઝટકો, ખડગેને ન મળ્યુ પીએસી સભ્યોનું સમર્થનઆ પણ વાંચોઃ રાફેલ પર કોંગ્રેસને બીજો મોટો ઝટકો, ખડગેને ન મળ્યુ પીએસી સભ્યોનું સમર્થન

અખિલેશ-માયાવતી અને મમતા બેનર્જીની ગેરહાજરી મોટો સવાલ

અખિલેશ-માયાવતી અને મમતા બેનર્જીની ગેરહાજરી મોટો સવાલ

રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને જયપુરના ઐતિહાસિક આલ્બર્ટ હૉલમાં સોમવારે સવારે 10 વાગે શપથ લેવડાવવામાં આવશે. આમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શામેલ હશે. ત્યારબાદ કમલનાથ સોમવારે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભોપાલમાં યોજાનાર શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી, પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણ સ્વીમી, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ સહિત ઘણા મોટા નેતા શામેલ થઈ શકે છે.

વિપક્ષી એકતાને લાગી શકે છે ઝટકો

વિપક્ષી એકતાને લાગી શકે છે ઝટકો

પરંતુ સમાચાર છે કે મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને માયાવતી આ સમારંભથી અંતર જાળવશે. મમતા બેનર્જીએ પાર્ટીના નેતા દિનેશ ત્રિવેદીને ભોપાલમાં યોજાનારા સમારંભમાં શામેલ હોવાનો નિર્દેશ આપ્યો છે. જ્યારે માયાવતીની ગેરહાજરી મોટા સવાલ ઉભા કરતા જોવા મળી રહ્યા છે કારણકે બસપાએ કોંગ્રેસને રાજસ્થાન અને એમપીમાં કોઈ શરત વિના સમર્થન આપ્યુ હતુ. એવામાં ગઠબંધનની કોશિશો પર ચર્ચાઓનું બજાર ફરીથી ગરમ થવાના અણસાર છે.

માયાવતી-અખિલેશે શામેલ ન થવાનું કોઈ કારણ આપ્યુ નથી

માયાવતી-અખિલેશે શામેલ ન થવાનું કોઈ કારણ આપ્યુ નથી

અખિલેશ યાદવની ગેરહાજરી વિપક્ષી એકતાના દાવાને નબળો કરતી જોવા મળી રહી છે અને એ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ શપથ ગ્રહણ સમારંભમાં મંચ પર દિગ્ગજોની ભીડ એવી નહિ હોય જેવી કર્ણાટકના સીએમ કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભ દરમિયાન જોવા મળી હતી. જો કે રાજસ્થાનમાં યોજાનારા શપથ ગ્રહણ સમારંભ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી સંજય સિંહ જોવા મળી શકે છે. શપથ ગ્રહણ સમારંભમાં રાજદ નેતા તેજસ્વી યાદવ પણ જોડાશે. આ સમારંભમાં જદયુના શરદ યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા પણ જોડાશે.

English summary
Swearing-In ceremony: akhilesh yadav mayawati mamata banerjee in absentees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X