For Daily Alerts
અતિથિ દેવો ભવ: તાજમહેલ જોવા આવેલી વિદેશી મહિલા પર ગેંગરેપ
દતિયા, 16 માર્ચ: મધ્યપ્રદેશના દતિયામાં એક વિદેશી મહિલા સાથે દુષ્કર્મ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિત મહિલા સ્વિટ્ઝર્લેન્ડની રહેનાર છે. આ ઘટના શુક્રવાર રાત્રીની છે, જ્યારે આ મહિલા પોતાના પતિની સાથે સાઇકલિંગ કરતી વખતે ઓરછાથી આગરા જઇ રહી હતી.
ઓરછાથી આગરા જતી વખતે તેમણે રસ્તામાં જંગલમાં કેમ્પ લગાવીને આરામ કરી રહ્યા હતા. કેમ્પમાં જ કેટલાક અજાણ્યા લોકો આવીને પહેલા તેના પતિને બંધક બનાવી લીધા બાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેમના દસ હજાર રૂપિયા પણ લૂંટી લીધા તેમજ નરાધમો તેમનું લેપટોપ પણ લઇ ગયા.
મહિલાને ગ્વાલિયરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત નાજુક બતાવવામાં આવે છે. ફિલહાલ પોલીસે 7 લોકોની સામે કેસ નોંધાવ્યો છે. પરંતુ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. પોલીસે શંકાના આધારે 8 લોકોની અટકાયત કરી છે અને તેમની તપાસ કરી રહી છે.
રાષ્ટ્રીય મહિલાપંચના અધ્યક્ષ મમતા શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના ખુબજ શરમજનક છે. તેમણે આ ઘટનાની કડકાઇથી તપાસ કરાવવા મધ્યપ્રદેશ સરકારને આદેશ કર્યો છે.