For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 WC: આ બેમાંથી એક ખેલાડી ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તી જગ્યા લઈ શકે!

જો વરુણ ચક્રવર્તીના ઘૂંટણના દુખાવાની સમસ્યાનો ઈલાજ નહીં થાય તો તેને ભારતીય ટીમમાંથી પડતો મુકવાથી સ્થિતી સર્જાઈ શકે છે. હાલમાં આઈસીસીના નિયમો અનુસાર 10 ઓક્ટોબર સુધી ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જો વરુણ ચક્રવર્તીના ઘૂંટણના દુખાવાની સમસ્યાનો ઈલાજ નહીં થાય તો તેને ભારતીય ટીમમાંથી પડતો મુકવાથી સ્થિતી સર્જાઈ શકે છે. હાલમાં આઈસીસીના નિયમો અનુસાર 10 ઓક્ટોબર સુધી ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે. આ સ્થિતિમાં વરુણ ચક્રવર્તીના રિપ્લેસમેન્ટ અંગે ચર્ચાનું બજાર ગરમ છે.

varun chakravarthy

ટીમ ઈન્ડિયા આ મહિનાથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડકપમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે એક ખરાબ સમાચાર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી હાલમાં IPL માં રમી રહેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની ઘૂંટણની ઈજા ફરી એકવાર સામે આવી છે.

જો વરુણ ચક્રવર્તીના ઘૂંટણના દુખાવાની સમસ્યાનો ઈલાજ નહીં થાય તો તેને ભારતીય ટીમમાંથી પણ બહાર થવું પડી શકે છે. હાલમાં આઈસીસીના નિયમો અનુસાર 10 ઓક્ટોબર સુધી ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે.

ટી 20 વર્લ્ડ કપમાં લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તીની જગ્યાએ ટીમમાં સામેલ થવાની દોડમાં સૌથી આગળ છે. ચહલે ભારતમાં આયોજીત IPL ના પહેલા ચરણની 7 મેચમાં 47.50 ની સરેરાશથી માત્ર 4 વિકેટ લીધી હતી. પરંતુ IPL ના બીજા તબક્કામાં તેણે અત્યાર સુધી 6 મેચમાં 11 વિકેટ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ચહલને ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. પરંતુ તેણે યુએઈ લેગમાં તેના પ્રદર્શનથી પસંદગીકારોને યોગ્ય જવાબ આપ્યો છે. આ સ્થિતિમાં ટી 20 વર્લ્ડ કપમાં ચહલ યુએઈની આ પિચો પર ખતરનાક સાબિત થઈ શકે છે.

વરુણના રિપ્લેસમેન્ટ તરીકે વોશિંગ્ટન સુંદરનું નામ પણ ચર્ચામાં છે. સુંદર ઈજાને કારણે આઈપીએલના યુએઈ લેગમાંથી બહાર થઈ ગયો હતો. આ ઈજાને કારણે તેને ટી 20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન પણ મળ્યું નથી. પરંતુ સુંદર હવે ફિટ છે અને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે તમિલનાડુની 20 સભ્યોની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 4 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, ટીમ ઈન્ડિયા 2007 થી ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી શકી નથી. આ સ્થિતિમાં, આ વખતે વિરાટ કોહલીની ટીમ પાસેથી ફેન્સ ખિતાબ આશા રાખી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડ એમએસ ધોનીના અનુભવનો આશરો લઈ રહ્યું છે, જેને ટી 20 વર્લ્ડ કપ માટે ટીમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે. ટી 20 કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ છેલ્લી ટુર્નામેન્ટ હશે.

English summary
T20 WC: One of the two players can replace the injured Varun Chakraborty!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X