For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાડા કોર્ટે 1995માં વ્યાપારીની હત્યામાં અબુ સલેમને દોષી ઠેરવ્યો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 ફેબ્રુઆરી: માફિયા ડોન અબુ સલેમને મુંબઇની ટાડા કોર્ટે હત્યામાં દોષી ઠેરવ્યો છે. કોર્ટે ગેંગસ્ટર સલેમને 1995ના પ્રદીપ જૈન હત્યાકાંડ સહિત બે અન્ય મામલામાં હત્યાના દોષી માન્યા છે. સલેમને પુર્તગાલથી ભારત લાવ્યા બાદ કોર્ટમાં તેને પ્રથમ સજા સંભળાવવામાં આવી આવી છે.

સરકારી વકીલ ઉજ્જવ નિકમે જણાવ્યું કે સલેમને ધારા 302 હેઠળ હત્યાનો દોષી સહિત ટાડાની ઘણી ધારાઓમાં કોર્ટે દોષી ઠેરવ્યો છે. તેની સાથે જ કોર્ટે વધુ બે આરોપીઓને વિરેન્દ્ર ઝંબ અને મેંહદી હસનને પણ દોષી ઠેરવ્યા છે.

abu salem
અત્રે નોંધનીય છે કે બિલ્ડર પ્રદીપ જૈનની હત્યા 7 માર્ચ 1995ના રોજ જુહૂમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તે સમયે 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાંથી બેને જનમટીપ અને બેને બે વર્ષની સજા થઇ હતી જ્યારે બાકીના છૂટી ગયા હતા.

સલેમ મુંબઇમાં 1993માં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં આરોપી છે. તેને 2005માં 11 નવેમ્બરના રોજ પુર્તગાલથી ભારત પ્રત્યર્પિત કરવામાં આવ્યો હતો. પુર્તગાલી સર્વોચ્ચ અદાલતે વર્ષ 2012માં સીબીઆઇની એ અપીલ રદ કરી દીધી હતી. સીબીઆઇએ તેના પ્રત્યર્પણને સમાપ્ત કરવાનો પડકાર ફેંક્યો હતો.

સલેમ પુર્તગાલના સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો જેથી તે ભારત સરકારને નિર્દેશ આપે કે તેના પ્રત્યર્પણને રદ કરવાના પોતાના આદેશને લાગુ કરે. વર્ષ 2012માં સલેમ પર કથિત રીતે મુંબઇ તલોજા કેન્દ્રીય જેલમાં દેવેન્દ્ર જગતાપ ઉર્ફ જેડીએ ગોળી ચલાવી હતી. જ્યારે અધિવક્તા શાહિદ આઝમીની હત્યા મામલાનો અભિયુક્ત છે. આઝમીએ 26/11ના રોજ થયેલા મુંબઇ હુમલાના અભિયુક્તના કેસની પેરવી કરી હતી.

English summary
TADA court convicted deported gangster Abu Salem and two other accused in the 1995 murder case of city-based builder Pradeep Jain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X